તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાંડેસરામાં ડી-માર્ટમાં મચ્છરોના બ્રિડિંગ મળતાં રૂ. 2 હજારનો દંડ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 210 કોમર્શિયલ બિલ્ડીંગમાં ચેકિંગ, 27 બ્રિડીંગનો નાશ કરાયો

સુરત પાલિકાના વીબીડીસી વિભાગે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કોમર્શિયલ બિલ્ડિંગ અને કોમ્પલેક્ષ કુલ 210 પ્રિમાઇસીસ સર્વે કરતા 1810 સ્પોટ ચેક કરી 23 બ્રિડીંગનો નાશ કર્યો છે. ઉધના ઝોનમાં પાંડેસરા-અલથાણમાં ડી-માર્ટ સુપર સ્ટોર્સમાં મચ્છરોના બ્રિડીંગ મળતા 2 હજાર દંડ ફટકાર્યો છે. તમામ કોમર્શિયલ બિલ્ડીંગોના 28 નોડલ ઓફિસરને નોટીસ ફટકારી છે અને રૂપિયા 37,600 દંડ ફટકાર્યો છે.

6 ઝોનમાં કોને કોને દંડ ફટકાર્યો

  • લિંબાયત: મઘુરામ માર્કેટને 5000, સોમેશ્વરા-1ને 2500, સોમેશ્વરા 2ને 2000, રંગીલા પાર્કને 2000, આર.જે.ડી કોર્મશીયલ કોમ્પલેક્ષને 2000, ભારત ટાર્યસને 1000
  • સેન્ટ્ર્લ: રતનદીપ, મહેરપાર્કને 5 હજાર, પદમાવતી માર્કેટને 2000, મોઢેશ્વરની ભુવન રૂઘનાથપુરાને 1 હજાર, ઉત્સવ હાઉસને 500, અલ્કા ઇલેકટ્રોકનિસને 500, ગીતા રેસ્ટોરન્ટને 500​​​​​​​
  • અઠવા: સીટીલાઇટ કોમર્શિયલને 5000, આગમ ઓર્ચિડને 1100​​​​​​​
  • કતારગામ: ચારભુજા શોપીંગ સેન્ટરને 2000, નવદુર્ગા જર્વેલર્સને 1000, તેજલપાર્ક કોમ્પલેક્ષને 1000​​​​​​​
  • ઉધના: ડી માર્કેટ સુપર માર્કેટને 2000
  • રાંદેર: ગ્રીન એલીનાને 2000
અન્ય સમાચારો પણ છે...