ટફ (ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ) સ્કીમ 31 માર્ચથી બંધ કરી દેવાઈ. જેથી તેની જગ્યાએ નવી સ્કિમ જાહેર કરવા ફિઆસ્વી (ફેડરેશન ઓફ ઈન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રી)એ નાણામંત્રી, કોમર્સમંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી છે.
ટફ સ્કિમ ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ હતી. પરંતુ ગત 31મી માર્ચથી આ યોજના બંધ કરી દેવાઈ છે. આ યોજનાની જગ્યાએ ટીટીડિએસ (ટેક્સટાઈલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કિમ) અમલમાં મુકવાનું આયોજન કરાયું હતું. પરંતુ હજી સુધી તેનો અમલ કરાયો નથી.
એક તરફ ટફની સ્કિમ બંધ થઈ છે અને બીજી તરફ ટીટીડીએસને અમલમાં મુકવામાં ન આવતા સુરતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેસ્ટમેન્ટ પર બ્રેક લાગી છે. જેને લઈને ફિઆસ્વીએ ટીટીડિએસ સ્કિમને અમલમાં મુકવાની સાથે આ યોજનાનો અમલ 1 જૂલાઈ 2022થી કરવાની માંગ કરાઈ છે. ફિઆસ્વીએ નાણામંત્રી અને કોમર્સ ટેક્સટાઈલ મંત્રીને આ બાબતે રજૂઆત કરી છે.
ટફની સ્કીમ ટેક્સટાઇલ માટે આશીર્વાદ હતી
ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી કહે છે કે, ‘ટેક્સટાઈલ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના 31મી માર્ચથી બંધ થઈ છે. એટલે અમે માંગણી કરી છે કે, હવે નવી સ્કિમ જલ્દી શરૂ કરવામાં આવે અને તેની ગણતરી 1 એપ્રિલ 2022થી કરવામાં આવે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.