તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:15 દિવસમાં 6700 નકલી રેમડેસિવિર બનાવી બંને કૌભાંડી 1.44 કરોડ રૂપિયા કમાયા હતા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોતના સોદાગર કૌશલ અને પુનિત - Divya Bhaskar
મોતના સોદાગર કૌશલ અને પુનિત
  • ઈન્જેક્શન કૌભાંડમાં સુરત-મુંબઈના મુખ્ય 2 સૂત્રધાર 3 દિવસના રિમાન્ડ પર
  • ગ્લુકોઝમાંં મીઠું નાખી બનાવેલા ઇન્જેકશન 5થી 7 હજારમાં વેચ્યા હતા

ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તા. 11મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મેડિકલના સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના ધંધામાં લોકડાઉન વખતે 24 લાખનું દેવું થતા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનીત શાહે રેમડેસિવિર ઇન્જેક્શન ડુપ્લીકેટ બનાવવાની શરૂઆત મુંબઈમાં પુનીતના ઘરે કરી 5 દિવસમાં 200 ઇન્જેકશન બનાવ્યા હતા.

આ ઘર નાનુ પડતા 26 એપ્રિલે મિત્રની મદદથી ઓલપાડના પિંજરતમાં ફાર્મ હાઉસ એક દિવસનું 4 હજાર ભાડા પેટે લઈ 6700 નકલી રેમડેસિવિર બનાવી 15 દિવસમાં 1.44 કરોડની કમાણી કરી હતી. તે રકમ મોરબી પોલીસે કબજે કરી છે. ક્રાઇમબ્રાંચે કૌશલ મહેન્દ્ર વોરા(36)(રહે,શ્યામ સૃષ્ટિ એપાર્ટ,અડાજણ) અને પુનીત ગુણવંત શાહ(37)(રહે,મીરા રોડ,થાણે,મુંબઈ)ને પકડી લાવી છે.પુનીતે બીએસસી અને કૌશલે બીકોમનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો.

મુંબઈમાં ઘર નાનું પડતાં સુરતમાં ફાર્મ હાઉસ ભાડે રાખ્યું, સૌથી વધુ અમદાવાદમાં 4900, ઈન્દોરમાં 1000 નકલી ઈન્જેક્શન વેચ્યા હતા
મોરબીમાં યુવક પકડાતાં સુરત કનેક્શન ખુલ્યું હતું

એક કિલો ગ્લુકોઝ પાઉડરમાં 100 ગ્રામ મીઠું નાખી નકલી રેમડેસિવિર કૌશલ અને પુનીત બનાવતા હતા. ગ્લુકોઝનો 1 કિલોનો ભાવ 180 અને મીઠાનો ભાવ 100 ગ્રામના રૂ. 4 છે. કુલ 1100 ગ્રામમાં 33 નકલી ઈન્જેકશન બનાવતા હતા. ટૂંકમાં રૂ. 25માં નકલી ઈન્જેકશન તૈયાર કરી રૂ.1700 થી 3500માં સાગરીતોને વેચતા હતા. સાગરિતો દર્દીને 5 હજારથી 7 હજાર સુધીમાં વેચતા હતા. નકલી ઇન્જેક્શન માટે ઓરિજનલ રેમડેસિવિર ઇન્જેક્શન મુંબઈથી ખરીદી તે ઇન્જેકશનમાં જે પાવડર ટાઇપની દવા હતી તેનું વજન 33 ગ્રામ હતું. જેથી એટલી જ માત્રામાં બન્ને સૂત્રધારો ગ્લુકોઝનો પાવડર અને તેમાં માઇનોર સોડિયમ ક્લોરાઇડ(મીઠું) મિશ્રણ કરી 33 ગ્રામના નકલી ઇન્જેકશનો પેક કરતા હતા.

રાજ્યના સંખ્યાબંધ શહેરોમાં ઈન્જેક્શન વેચ્યા હતા
​​​​​​​કૌશલ વોરાએ અત્યાર સુધીમાં મુંબઈ અને ઓલપાડના પિજરતમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવી મોરબી, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, ઝાલોદ, જબલપુર, ઈન્દોરમાં તેના સાગરિતો મારફતે વેચ્યા હતા. જેમાં સુરત, અંકલેશ્વર, ઝાલોદ અને વડોદરામાં જયદેવસિંહ ઝાલા મારફતે 515, ઈન્દોરમાં 1 હજાર અને અમદાવાદમાં અમીઝ મારફતે 4900 નકલી ઈન્જેકશન વેચ્યા હતા.

ટોસિલિઝુમેબના કાળાબજારમાં બે ના જામીન નામંજૂર
‘દિવ્યભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં ઉજાગર થયેલાં ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર કેસમાં પંકજ રામાણી અને વિજય કુંભાણીની જામીન અરજી છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુ. મેજિ. જજ અવિનાશ કે. ભટ્ટની કોર્ટે નામંજૂર કરી હતી. બંને આરોપી 40 હજારનું ઇન્જેક્શન 2.70 લાખમાં વેચતા હતા. સરકાર તરફે એપીપી બકુલ પરજિયાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...