• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Both Convicted In Surat Rape double Murder Case, Mother Killed In Front Of Daughter, Stabbed To Death In Girl's Genitals

સુરત રેપ-ડબલ મર્ડર કેસ:હર્ષસહાયને ફાંસી અને હરિઓમને આજીવન કેદ, દીકરી સામે માતાની હત્યા કરી કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી

સુરત7 મહિનો પહેલા
  • એપ્રિલ-2018માં 11 વર્ષની કિશોરી અને તેની માતાની હત્યા કરવામાં આવી હતી
  • કારના આધારે પોલીસ માતા-દીકરીના હત્યારા સુધી પહોંચી હતી

3 વર્ષ અગાઉ પાંડેસરામાં માતા-પુત્રીના ચકચારિત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા ફટકારી છે. મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરને ફાંસી અને સહઆરોપી હરિઓમ ગુર્જરને આજીવનકેદની સજા કરવામાં આવી છે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે-તે સમયે પોલીસે ખાસ્સી મહેનત કરીને આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર નહોતી. બન્ને લાશને જુદાં-જુદાં સ્થળે ફેંકી દેવાઈ હતી. બાદમાં ડીએનએ ટેસ્ટ બાદ એ અંગેની પૃષ્ટિ કરાઈ હતી. નરાધમે કિશોરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી.

ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરાયેલી-સરકારી વકીલ
સરકારી વકીલ પી. એન. પરમારએ જણાવ્યું હતું કે,આ ખૂબ જ ધૃણાસ્પદ કિસ્સો હતો. ખૂબ જ ઘાતકી રીતે બાળકી અને માતાને દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. બાળકી અને માતાના ડીએનએથી ઓળથ થઈ હતી. સીસીટીવી સહિત આરોપીઓ સાથે કામ કરનારા કારીગરો મહત્વના પૂરાવા સાબિત થયા હતાં. સમજામાં દાખલો બેસે તે માટે તથા બાળકીની નજર સામે જ માતાની હત્યા કરાઈ હતી. એ ડર બાળકીના મૃત ફોટો પરથી પણ જોવા મળતા હતા. મૃત બાળકી માતા પછી 10 દિવસે મરણ પામી હોય તેની આંખો પર આંસૂ પણ સૂકાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. આવી વિકૃતિ ધરાવનારને આકરી સજાની માગ કરાઈ હતી. તથા દાખલો બેસે તેવી સજાની માગ કોર્ટ સામે કરીને કેપિટલ પનિશમેન્ટની સજાની માગ કરાઈ હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે. તથા ભોગ બનનારના પરિવારને સાડા સાત લાખનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે.

દીકરીની લાશ મળ્યાના 6 દિવસ બાદ માતાની લાશ મળી હતી
કેસની વિગત મુજબ 6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં લાવી આ લાશ કોઈ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતુ. જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી.

માતા અને દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.
માતા અને દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

4 માર્ચના રોજ કોર્ટમાં બન્ને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા
બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખૂલ્યું હતું. કારના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતાં 4 માર્ચના રોજ કોર્ટમાં બન્ને આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.

એક કારને કારણે આખા કેસનો ભેદ ઉકેલાયો હતો.
એક કારને કારણે આખા કેસનો ભેદ ઉકેલાયો હતો.

માતા-દીકરીની લાશ જુદાં-જુદાં સ્થળેથી મળી હતી
આરોપી હર્ષસહાય માતા-દીકરીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. પર્વત પાટિયા પર બંનેની રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. બનાવના દિવસે આરોપીએ માતાને માર મારી ચાલુ કારમાં દીકરીની નજર સામે જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. કિશોરી સાથે ક્રૂરતાપૂર્વક વર્તી તેના ગુપ્તાંગમાં લાકડી નાખી તેની પણ હત્યા કરી નાખી હતી. બાળકી પર 78 જેટલી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. માતા અને બાળકીની લાશ અલગ-અલગ સ્થળેથી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...