નિર્ણય:પ્રોસેસિંગમાં હવે 30 દિવસ જ ઉધારી, પછી 7 દિવસ 2% વ્યાજ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસે પણ પેમેન્ટ નહીં મળે તો ટાસ્ક ફોર્સ ઉઘરાવશે

ટેક્સટાઈલ પ્રોસેસર્સ હવે માત્ર ૩૦ દિવસ જ ઉધારમાં કામ કરી આપશે. કાપડ પર પ્રોસેસિંગના જોબ ચાર્જની પેમેન્ટ ધારાને લઈને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ (એસજીટીપીએ) એસોસિએશને યોજાયેલી સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળી વિતવા છતાં હજી માર્કેટમાં તેજી જોવા મળી નથી. ત્યારે વેપારીઓના લેટ પેમેન્ટને કારણે ટેક્સટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી રહી છે. પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા કોલસા, કેમિકલ સહિતના કિ-રોમટીરીયલ્સના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યાં બીજી તરફ પેમેન્ટધારાને લઈને પ્રોસેસર્સોની મુશ્કેલી વધી છે.

જેથી સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં પેમેન્ટ ધારા પર ચર્ચા કરવામાં આવી હતી.

ટેક્સટાઈલ પ્રોસેસર્સ દ્વારા કોઈ પણ પ્રકારના ડિસ્કાઉન્ટ વગર માત્ર 30 દિવસ સુધી જ પેમેન્ટ બાકી રાખવામાં આવશે. જો ત્યાર બાદ 7 દિવસ સુધી બાકી પેમેન્ટનું 7 દિવસ સુધી વ્યાજ વસૂલવામાં આવશે. તેમ છતાં વેપારી દ્વારા પેમેન્ટ કરવામાં નહીં આવે તો સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ વેપારી પાસે જઈને પેમેન્ટની ઉઘરાણી કરશે.

પેમેન્ટના ધાંધિયા છે
‘ઘણા વેપારી સમયસર પેમેન્ટ આપતા ન હોવાથી પ્રોસેસર્સને મુશ્કેલી પડે છે. એટલા માટે સંસ્થાના આગેવાનોએ મળીને આ નિર્ણય લીધો છે.’ > જીતેન્દ્ર વખારિયા, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...