રજૂઆત:સીમાડાના જમીન દલાલેે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો, ત્રણ વર્ષે ગુનો નોંધાયો

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની ત્રણ વર્ષની રઝળપાટ બાદ ડીએસપીને રજૂઆત કરતાં ગુનો નોંધ્યો
  • મરનારે પોતાની બનેલી તમામ ઘટના અને ત્રાસ આપનારાની વિગતનો વિડીયો બનાવી પુત્રને મોકલ્યો હતો

સીમાડા ખાતે રહેતા જમીન દલાલે 3 વર્ષ પહેલા વ્યાજખોરોનાં ત્રાસથી સીમાડાનાં શખ્સને આપઘાત કરવા મજબૂર કરતા 7 ઇસમો સામેે દુષ્પેરણાનો ગુનો મૃતકની પત્નીની ત્રણ વર્ષની રઝળપાટ બાદ DSPને રજૂઆત કરતા કામરેજ પોલિસ મથકે ગુનો દાખલ થયો છે. સીમાડા વ્રજવીલા રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા જયસુખભાઇ રામજીભાઇ સાનગઢીયા (દાતરડી ગામ તા.રાજુલા, અમરેલી) વર્ષ 2017માં જમીન અને મકાનની દલાલી, વ્યાજે નાણાં આપવાનો ધંધો પણ કરતા હતા. તેમજ મિલ્કતોમાં રોકાણ કરતા હતા. તેમણે આપેલા નાણાં પરત ન ફરતા અને દગો થતાં મિલ્કત વેચવાનો વારો આવ્યો હતો.

બજારમાંથી 4-5 ટકાનાં દરે વ્યાજે નાણાં લઇ લેણદારોને ચૂકવવાની કોશિષ કરી હતી. તેમ છતાં સતત ત્રાસ અને ધાક ધમકીથી કંટાળેલા જયસુખભાઇએ વ્યાજખોરો કુટુંબને હેરાન ન કરે એ માટે પત્નિ રેખાબેન અને પુત્રને ગામ મોકલી આપ્યા હતા અને 2017માં જયસુખભાઈએ શેખપુર ગામની હદમાં અનાજમાં નાંખવાની દવા પીધી હતી. સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમા દાખલ કરાયા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. લેણદારોનાં ત્રાસથી આત્મહત્યા કરતા પહેલા જયસુખભાઇએ તેમની સાથે બનેલી ઘટના અને ત્રાસ આપનારાઓની વિગત સાથેનો એક વિડીયો બનાવી તા 14-11-2017ના રોજ 17 વર્ષીય પુત્ર કેવિનને મોકલ્યો હતો, જે વિડિયો અને બીજા પુરાવાઓ સાથે પત્ની રેખાબહેને પતિને આપઘાત કરવા માટે મજબૂર કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા ત્રણ વર્ષ સુધી મહેનત કરવી પડી હતી.

આ સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો
પ્રવિણભાઇ ગોવિંદભાઇ શેલડીયા (રહે. શીશુભ સોસાયટી જોખા મુ.રહે. કરઝાડા તા.સાવરકુંડલા),રાજુભાઇ જયસુખભાઇ તળાવિયા (હાલ રહે. 46 આનંદવાટિકા સો. વેલંજા મુ.રહૈ.પીઠવાજાલ જી.અમરેલી), ગોરધનભાઇ દેવજીભાઇ ગોંડલિયા,પીયૂષ જયસુખભાઇ ગોંડલિયા (બંને રહે.104 રાજ હંસ સ્વપ્ન સરથાણા જકાતનાકા મુ.રહે.મુજિયાસર તા. બગસરા જિ.અમરેલી),મનીષ હિંમતભાઇ રાખોલિયા (રહે. વજભુમિ સેકટર 1શ્રીથજી બિલ્ડીંગ વરાછા મુ.રહે. અકાળા તા લાઠી જિ. અમરેલી),હરેશ નાગજી જોગાણી (રહે.તીરૂપતિ સો.યોગીચોક મુ.રહે. દાઢિયા તા. સાવરકુંડલા જી.અમરેલી), પ્રવીણ ભીખાભાઇ કાકડીયા (રહે યોગી ચોક મીલાનીયો રેસીડંશી પાંચમો માળ બિલ્ડીંગ જે જી.મુ.રહે. લીલાપુર ગામ તા.જસદણજી.અમરેલી)

લેણદારે પત્ની સાથે દુવ્યવહાર કર્યો હતો
રેખાબહેનનાં પતિ જયસુખભાઇ ગામડે ગયા હતા ત્યારે ગોરધનભાઇ ગોંડલિયા ઘરે આવી અપશબ્દો કહી રેખાબેનને તમાચો મારી દીધો હતો. કયાં છે જયસુખ? એને કેજે તારો બાપ આવ્યો હતો. બાકીનાં નાણાં ચૂકવી દે. દસ્તાવેજ કરી દે નહીંતર મને દસ્તાવેજ કરતા આવડે છે એટલો બધો ટોર્ચર કરીશ કે મરી જવું પડેશે.

અન્ય સમાચારો પણ છે...