દારૂની હેરાફેરી:સુરતમાં કારમાં દારૂ ઘૂસાડતા બે લિસ્ટેડ બૂટલેગર ઝડપાયા, ત્રણ વોન્ટેડ જાહેર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની 9 વખત પાસા હેઠળ અટકાયત પણ કરાઈ છે. - Divya Bhaskar
આરોપીની 9 વખત પાસા હેઠળ અટકાયત પણ કરાઈ છે.
  • કાર, દારૂ તેમજ બે મોબાઈલ મળી કુલ 5.34 લાખની મત્તા કબજે

સુરતમાં કારમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે લિસ્ટેડ બૂટલેગરોને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર અને દારૂ મળી કુલ 5.34 લાખની મત્તા કબજે કરી છે. આ સાથે ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

28,800ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો
ડીસીબી પોલીસે બાતમીના આધારે રામચોક પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરી રહેલા મોહમદ સલીમ ઉર્ફે સલીમ ફ્રૂટ અનવરભાઈ ફ્રૂટવાલા તથા મોહમદ ઝુબેર મોહમદ હનીફ અંસારીની ધરપકડ કરી હતી. પોલીસે કારમાં તપાસ કરતા 28,800ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 5 લાખની કિંમતની એક કાર, દારૂ તેમજ બે મોબાઈલ મળી કુલ 5.34 લાખની મત્તા કબજે કરી હતી.

નંદુરબારથી દારૂ લાવ્યા હતા
પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો નંદુરબારના લિસ્ટેડ બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ બડોગે, પંકજે આપ્યો હતો અને આ દારૂનો જથ્થો અડાજણ ખાતે રહેતા પરેશ દલસુખભાઈ રાઠોડને આપવાનો હતો. જેથી પોલીસે આ ત્રણેય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

નંદુરબારથી કારમાં દારૂ ભરી સુરત આવ્યા હતા.
નંદુરબારથી કારમાં દારૂ ભરી સુરત આવ્યા હતા.

બૂટલેગર સામે 23 ગુના નોંધાયેલા છે
મોહમદ સલીમ ફ્રૂટવાલા લિસ્ટેડ બૂટલેગર છે અને તેની સામે ભૂતકાળમાં પ્રોહિબિશન સહીત 23 ગુના નોંધાયેલા છે અને તેને 9 વખત પાસા હેઠળ અટકાયત કરાઈ છે. જ્યારે મોહમદ ઝુબેર અંસારી પણ લિસ્ટેડ બૂટલેગર છે અને તેની સામે પણ પ્રોહિબિશનના 6 ગુના નોંધાયેલા છે અને તેને એક વખત પાસા થયા છે.

અન્ય સમાચારો પણ છે...