તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને પડકાર:સુરતના રાંદેરમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે બુટલેગરે જાહેરમાં જન્મદિવસ ઉજવીને કાયદાના લીરે લીરા ઉડાવ્યાં

સુરત20 દિવસ પહેલા
કોરોના ગાઈડલાઈન સાથે કમિશનરના જાહેરનામાનો ભંગ થયો હતો.
  • પોલીસ બાદ બુટલેગર પણ જાહેરમાં જન્મદિવસ ઉજવતા કાર્યવાહી

સુરતમાં પોલીસ કર્મચારીઓ હોય કે બુટલેગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનું ચૂકતા ન હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. બુટલેગર ચીકનાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ રાંદેર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે. શહેરમાં પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક પછી એક જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામા સહિત રાત્રિ કર્ફ્યૂના નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આરોપી વિરૂદ્ધ નક્ક કાર્યવાહી થાય તો કાયદાનું સરેઆમ ભંગ કરતાં તત્વોની શાન ઠેકાણે આવે તેવી માગ ઉઠી છે.

રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરાઈ હતી
રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરાઈ હતી

મધરાતે બે વાગ્યે પાર્ટી થઈ
લિસ્ટેડ બુટલેગર સઈદ ઉર્ફે ચીકના અબ્દુલ રઝાક શેખ, સફી, ઈરફાન અને અન્ય અજાણ્ય શખ્સો સામે ગુનો રાંદેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. રાંદેર વિસ્તારમાં બુટલેગર સઈદ ચીકનાએ રાત્રી કર્ફ્યૂ હોવા છતાં મિત્રો સાથે મધરાત્રે 2 વાગ્યે ગોરાટ રોડ પર પાર્ટી પ્લોટની બાજુમાં જન્મ દિવનસી ઉજવણી કરી કેક કાપી હતી. આ ઉજવણીમાં પોલીસકર્મીના રીક્ષાવાળા પણ સામેલ હોવાની વાત છે.

કેક કાપીને જાહેરમાં ઉજવણીથી પોલીસના જાહેરનામાનો ભંગ થયો હતો.
કેક કાપીને જાહેરમાં ઉજવણીથી પોલીસના જાહેરનામાનો ભંગ થયો હતો.

લોકોમાં રોષ ફેલાયો
રાંદેર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર સઇદ ચીકનાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં પોલીસના રીક્ષા ડ્રાઇવરો પણ જોવા મળ્યા હતા. બેથી ત્રણ રીક્ષા ડ્રાઇવરોની હાજરી સાથે સઇદ ચીકનાનો જન્મદિવસ ઉજવાયો હતો. રાત્રિના કર્ફ્યૂ દરમિયાન સામાન્ય લોકોને પકડી પોલીસ 1000 સુધીનો દંડ ઉઘરાવી રહી છે, ત્યાં લિસ્ટેડ બુટલેગરોની જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઈરલ થંતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉજવણીમાં પોલીસના રીક્ષા ડ્રાઈવરોને બચાવી લીધાની બૂમો પણ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...