તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Boom In Land property Deals; Jupiter Will Dominate, Beneficial For The Chemical Industry And Good News For The Entertainment Industry

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મકરસંક્રાંતિ:જમીન-મિલકતના સોદામાં તેજીનાં એંધાણ; ગુરૂનું પ્રભુત્વ રહેશે, કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે લાભદાયક અને મનોરંજન ઇન્ડસ્ટ્રીને સારા સમાચાર મળશે

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ગુરુવારથી પોષ માસનો પ્રારંભ મંકરસંક્રાંતિ દિવસથી થાય છે. કમૂરતા સમાપ્ત થતાં તમામ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો આદરી શકાશે. આ અંગે જયોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ઉદીત કુંભ લગ્ન થાય છે.

આ માસમાં 5 ગુરુવાર આવતા હોવાથી ગુરૂ ગ્રહ નું પ્રભુત્વ રહેશે.લગ્નેશ શનિ પોતે બારમાં સ્થાને રહે છે જેને કારણે જનમાનસમાં રોગ,માંદગી અંગે સતત માનસિક ભય,ચિંતા રહેશે.બારમે શનિ સ્વગૃહી થઈને બુધ,ગુરૂ યુતિમાં હોવાથી અકારણ ખર્ચા વધી શકે છે. ધનેશ બારમે બિરાજમાન હોવાથી અકારણ જાવક વધી શકે જેમાં ખોટા રોકાણો થઈ શકે તેમજ મોજ-શોખ માટે ખર્ચાઓ વધી શકે છે જેથી પ્રજાએ આ બાબતે કાળજી રાખવી પડશે. તૃતીય ભાવે મેષ રાશિનો મંગળ સ્વગ્રહી હોવાથી પ્રજાના કલ્યાણ માટે સૈન્ય અને પોલીસ વધુ કાર્યરત રહેશે.જમીન-મકાન મિલકતના સોદાઓમાં તેજીનાં એંધાણ સૂચવી શકે છે તેમજ જમીન અંગેના કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય ગણાવી શકાય.

વિદેશ વ્યવસાયમાં નાણાં વ્યવહારમાં સાવચેતી રાખવી જોઈએ, નહી તો નાણાં ફસાઈ શકે.દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવે,માવઠું થવાની સંભાવના રહે,અમુક ભાગોમાં ઠંડી સપ્રમાણ રહે. વ્યાપારી વર્ગ,સ્ત્રી વર્ગ તેમજ મનોરંજન ઇન્ડસ્ટ્રીને સરકાર દ્વારા સારા સમાચાર મળે.તમામ સફેદ રંગની વસ્તુઓના ધંધામાં તેજી આવે. ઇજનેર, ડૉક્ટર,દવા ની દુકાન તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે લાભદાયક. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારો,અભિનેતા અને અભિનેત્રી માંથી કોઈની તબિયત અંગે કે નિધનના સમાચાર મળી શકે.આ માસમાં સ્નાન પર્વ માટે જાણીતો છે તેમજ સૂર્ય ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાવી શકાય.

સંક્રાંતિનું વાહન સિંહ અને ઉપવાહન ગજ છે
આ વર્ષે સંક્રાંતિનું વાહન સિંહ અને ઉપવાહન ગજ છે.સફેદ વસ્ત્ર પહેરે છે.હાથમાં આયુદ્ધ ભુશુડી ધારણ કરેલ છે.જાતિ દેવ છે.તે અનાજ ખાય છે અને ચંપાનો પુષ્પા ધારણ કરેલ છે. જેથી તમામ સફેદ વસ્તુઓ જેવી કે સફેદ કાપડ,ખાંડ,મીઠું,સાકર,કપાસ,દૂધ વગેરેના ભાવ વધી શકે છે. પશ્ચિમમાંથી આવીને પૂર્વમાં જાય છે તેની દૃષ્ટિ અગ્નિ દિશા તરફ છે ઉત્તર તરફ છે.જેથી પશ્ચિમ અને અગ્નિ દિશાના લોકો ને વધુ સુખ સુવિધા મળી શકે.નોકરી-ધંધામાં વધુ સારી પ્રગતિ થાય તેમજ યેનકેન પ્રકારે સુખમય સમાચાર મળી શકે.મકર(ચર)લગ્ર ઉદીત થતાં મોટાભાગના ગ્રહો પૃથ્વી તત્વમાં રહે છે. રાશિ સ્વામી શનિ જે ન્યાય,નીતી માટે શનિદેવ ગણાય છે. જેમાં મંગળ સ્વગૃહિ બને છે અને એ પણ ચર રાશિ માં બિરાજમાન છે માટે વાતાવરણમાં ક્યાંક ભૂકંપ ઝટકા,સુનામી,લાવારસ કે માવઠું જેવી બાબતો બની શકે. અષ્ટમેશ સૂર્ય અને વ્યયેશ ગુરુ શનિ જોડે છે. અચાનકથી મરણ સંખ્યા વધી શકે છે.શનિ ગુરુ પ્લુટો જોડે છે આગામી ત્રણેક માસમાં ન્યાય પદ્ધતિ,શિક્ષણ પદ્ધતિ અને નાણાકીય તંત્ર માં વિશેષ મોટા પરિવર્તન પણ જોવા મળે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser