1000થી વધુ બસનું બુકિંગ:સુરતથી સૌરાષ્ટ્રમાં મતદારોને લઇ જવા 1000થી વધુ બસનું બુકિંગ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના મતદારોની અસર સૌરાષ્ટ્રની બેઠકો પર પડશે
  • ​​​​​​​રાજ્યની એક ડઝન બેઠકો પર તો રત્નકલાકારોની સીધી અસર

સુરતથી સૌરાષ્ટ્રમાં લોકોને મતદાન કરવા લઈ જવા માટે બસનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. એક અંદાજ મુજબ સુરતથી હજારથી વધુ બસો અને 2000 જેટલી કારો દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામમાં મતદાન કરવા માટે જશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના મતદારોના મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ પર પડશે. કારણ કે, સૌરાષ્ટ્રના ગામડાઓમાં આર્થિક મદદ સુરતના લોકો દ્વારા પુરી પાડવામાં આવે છે આ તમામ ગામોમાંથી લોકો રોજગારી માટે અથવા ધંધા અર્થે સુરતમાં આવીને વસવાટ કર્યો છે.

વડીલો સુરતમાં રહેતા હોય તો તેમનું વતનની મતદાર યાદીમાં નામ હોય છે. ખાસ કરીને સુરતમાં વસવાટ કરતાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોને અલગ અલગ પાર્ટીઓ દ્વારા જવાબદારી સોંપવામાં આવે છે કે, તેમના ગામના સુરતમાં વસતા મતદાતાઓને ગામમાં મતદાન કરવા માટે લાવવામાં આવે. જેને લઈને બસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ વિસ્તારોનો છે સુરતમાં દબદબો
મહુવા, ગારિયાધાર, ભાવનગર-ગ્રામીણ, પાલિતાણા, બોટાદ, ગઢડા, અમરેલી, સાવરકુંડલા, લાઠી, બાબરા, ધારી, રાજુલા, જુનાગઢ, તલાળા, સોમનાથ, કોડિનાર, ઉના, વિસાવદર, રાજકોટ, જેતપુર, જસદણ, ધોરાજી, જામખંભાળિયા અને જામજોધપુર સહિતના ગામોના વધતા ઓછા અંશે સુરતમાં વસે છે.

સૌરાષ્ટ્રના ઉમેદવારો સુરતમાં પણ પ્રચાર કરે
સુરતના મતદારોનો સૌરાષ્ટ્રમાં હોલ્ડ હોવાને કારણે નેતાઓ દ્વારા સુરતમાં સભા યોજવામાં આવી રહી છે. અમરેલી, સાવરકુંડલા જિલ્લામાં ઊભા રહેલા ઉમેદવારો સુરતમાં આવીને પણ ચૂંટણી પ્રચાર કરે છે.

થરામાં કોંગ્રેસની સભામાં ઉમેદવાર જ નીચે બેસી ગયા
થરા ખાતે કોંગ્રેસની સભામાં કાંકરેજના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર સ્ટેજ પર નીચે જ બેસી ગયા હતા. આ ઉમેદવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાના ભાઇ છે.

ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપનારા 7 ઉમેદવારને પંચે નોટિસ ફટકારી
​​​​​​​સુરેન્દ્રનગર । જિલ્લાના ઉમેદવારોએ ચૂંટણીમાં નિયમ અનુસાર કરેલા ખર્ચની વિગતો સમયસર ન બતાવતાં ચૂંટણી પંચે 7 ઉમેદવારને નોટિસ ફટકારી છે. જેમાં ધ્રાંગધ્રાના 3, વઢવાણના 3 અને ચોટીલાના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. સાતેય ઉમેદવારે નોટીસના જવાબમાં 23 નવેમ્બર સુધીમાં ખર્ચની વિગતો રજૂ કરવા પંચે આદેશ કર્યો છે. સાથે જ બીજા તબક્કાનો ખર્ચ 25 નવેમ્બર સુધી રજૂ કરવાનો રહેશે. ઉમેદવાર જે ખર્ચાઓ રજૂ કરે છે તેના ઉપર ઓબ્ઝર્વર પણ બાજ નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...