તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતિય:સૌરાષ્ટ્ર જવા માટે પુણામાંથી 450 બસોનું બુકિંગ, લોકોને નિ:શુલ્ક ડેપો સુધી પહોંચાડાયા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પુણાથી સૌરાષ્ટ્ર જવા બસ બુકીંગ માટે લોકોને મદદ કરાઇ - Divya Bhaskar
પુણાથી સૌરાષ્ટ્ર જવા બસ બુકીંગ માટે લોકોને મદદ કરાઇ
 • 20 યુવાનોની ટીમે અડધી રાત સુધી જાગી લોકોના ઓનલાઇન ફોર્મ ભરી જહેમત ઉઠાવી

પુણા વિસ્તાર છેલ્લા 5 દિવસથી પુણા ગામ પટેલ સમાજની વાડી ખાતે સૌરાષ્ટ્ર તરફ જવા માટેની એસ.ટી. બસના ફોર્મ સ્વીકારી, લોકોને સમસ્યા ન પડે તે માટે તમામ પ્રોસેસ કરી લોકોને વતન પહોંચાડવાની નિ:શુલ્ક સેવાનું કાર્ય કરવામાં આવ્યું. આ કામગીરી માટે ફોર્મ સ્વીકારી તમામ ફોર્મની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે 20 વ્યક્તિઓનો સ્ટાફ બોલાવી  અલગ અલગ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ ચાલુ કરવામાં આવી હતી. રાત્રીના 3 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા અને મંજૂરી આવ્યા બાદ દરેક લોકોને કલેકટર દ્વારા આપવામાં આવતી પરમીટ પહોંચાડી તે લોકોને ડેપો પરથી ડાયરેકટ બસ મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેન્ટર પરથી 450 જેટલી બસ માટે રજીસ્ટ્રેશન કરી તેમને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. 

115 પેસેન્જર નવી દિલ્હી ગયા, 89 સુરત આવ્યા
કોવિડ-19ની મહામારીના નેશનલ લોકડાઉનમાં શહેરમાં ફસાયેલા પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવા મુંબઇ સેન્ટ્રલથી નવી દિલ્હી વચ્ચે મંગળવારથી સ્પેશ્યિલ રેગ્યુલર ટ્રેન દોડાવાય રહી છે. તેવામાં બુધવારના દિવસે મુંબઇ 89 પેસેન્જરો સુરત આવ્યા છે અને 115 પેસેન્જરો નવી દિલ્હી ગયા છે. રેલવે સ્ટેશન પર સાંજે ચાર વાગ્યેથી પેસેન્જરો આવવા લાગ્યા હતા. જેમને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપતા પહેલા જ મેડિકલ તપાસ કરાય હતી.

રામપુરામાં ટેમ્પો માલિક-ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ
રામપુરામાં એક ટેમ્પો ચાલક 15 મજુરોને પરમિટ વગર ઉત્તરપ્રદેશ લઈ જતો હતોે. પોલીસે તપાસ કરતા જીજે-19-એક્સ-6942 નંબરનો ટેમ્પો હતો. ત્યાં ડ્રાયવર આમીન ઐયુબ સૈયદ(રહે.ન્યુ કમેલા, સંજયનગર,ઉમરપાડા)  અને ટેમ્પોનો માલિક મોહમદ સરફરાજ ગુલામ મયુદ્દીન શેખ(રહે.એઝાઝ ઉમરજી એપાર્ટમેન્ટ,રામપુરા) મળી આવ્યા હતા. ટેમ્પોના માલિક અને ડ્રાયવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો