માર્કેટમાં ફફાડાટ:સટ્ટો રમાડતા બુકી, જમીનના સોદા IT અને EDના રડારમાં, રજેરજની વિગતો અમદાવાદ સુધી પહોંચી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL ફિવર વચ્ચે શહેરના એક બુકીની વધી રહેલી ગતિવિધિ પર ITએ બિલોરી કાચ મૂકી દીધો છે. અડાજણના આ બુકીની કમાણીની રજેરજની વિગતો પહોંચી હોય બેનામી એક્ટ હેઠળ કાર્યવાહીની સંભાવના છે. વિભાગે આ વખતે એક જ વ્યક્તિ ફરતે ગાળિયો કસવાની તૈયારી હોવાથી માર્કેટમાં ફફાડાટ છે. બુકીની કમાણી જમીનો અને સોના-ચાંદીમાં રોકાય હોવાની માહિતી પણ અધિકારીઓને મળી છે. બિલ્ડરો સાથેની બુકીની ભાગીદારી પણ ચર્ચામાં છે. આ બુકીની ગતિવિધિની માહિતી છેક અમદાવાદ વડી કચેરી સુધી પહોંચી છે. ક્રીમ એરિયાની સંપત્તિ કરોડોની હોય ટૂંકમાં મોટો ધડાકો થઈ શકે છે.

બેનામી એક્ટ હેઠળ સંપત્તિ જપ્તીની સત્તા
આઇટી પાસે બેનામી એક્ટ હેઠળ સંપત્તિ જપ્ત કરવાની સત્તા છે. જે કરદાતાની મિલકતોની તપાસ થાય એમાં એના સંબંધીઓના નામે જે સંપત્તિ ખરીદી હોય તે આઇટી જપ્ત કરી શકે છે. મિલકતની ખરીદીની ચૂકવણીના પુરાવા જ અધિકારીએ ઊભા કરવાના હોય છે.

અન્ય સમાચારો પણ છે...