ભાસ્કર લેટનાઇટ:સચિન જીઆઇડીસીની અનુપમા કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, 1 કામદારનું મોત, 10ને રેસ્ક્યુ કરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેશર વધી જતા બોઇલર ફાટ્યું હોવાનું પ્રાથમિક તારણ, મોડીરાત્રે 12 વાગ્યે પણ આગ કાબૂમાં આવી નહોતી
  • ફાયરના 25 વાહનો ઘટના સ્થળે, ગંભીર રીતે ઘવાયેલા કેટલાકને નવી સિવિલમાં ખસેડાયા

સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમા રસાયણ ફેક્ટરીમાં શનિવારે મોડી રાત્રે બોઇલર ફાટતા આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 1 કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે 10 જણાના રેસ્ક્યુ કરાયા હતા. આ ધમાકો એટલો ભયાનક હતો કે 10 કિમી સુધી આગની જ્વાળાઓ દેખાઈ હતી.

ફાયર બ્રિગેડ તથા ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે રાત્રે 10 વાગ્યે સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમા કોકોકોલા રસાયણ ફેક્ટરીમાં અચાનક જ બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. આગ લાગતાની સાથે જ કંપની અને અાજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક કર્મચારીઓ આગથી બચવા માટે કંપનીની અંદર સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા પરંતુ તેઓ બહાર નીકળી શકે એમ ન હતા. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે ધસી ગઈ હતી. આગ પર કાબૂ લેવાની સાથે સાથે ફસાયેલાઓને રેસક્યુ કરવાની કામગીરી કરાઈ હતી.

ઘવાયેલાઓને તરત જ 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી સચિન જીઆઇડીસીના આગેવાન મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં આગ લાગી હોવાની ખબર પડતાં હું 10 જ મિનિટમાં સ્થળ પર પહોંચી ગયો હતો અને ફસાયેલા કામદારોને ફાયર વિભાગે બહાર કાઢી બચાવ્યા હતા.

આગની જ્વાળાઓ 10 કિમી સુધી દેખાઈ, અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયોકંપનીમાં ફસાયેલા તમામને બહાર કઢાયા
ફાયર બ્રિગેડ આ ઘટનામાં કંપનીમાં ફસાયેલા 10 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને સહી સલામત બહાર કાઢ્યા હતા.

બ્લાસ્ટ બાદ આગ લાગી હતી
ફાયર ઓફિસર બસંત તરીકે જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી અનુપમ રસાયણ નામની કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે.

કાબુ મેળવી લીધા બાદ મિલમાં તપાસ
ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવી લીધા બાદ કુલિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરી હતી જોકે મોડી રાત સુધી કોઈ જાનહાની થઈ હોવાની વિગતો સામે આવી ન હતી.

ઇજાગ્રસ્તોના નામ

  • જયરાજસિંહ ઠાકોર 26 (મરોલી)
  • સાહિલ વેસુવાલા 24 (વેસુ ગામ)
  • જય દેસાઈ 28 (સચિન)
  • શ્રેયસ પટેલ 22 (સચિન)
અન્ય સમાચારો પણ છે...