તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ATSની કાર્યવાહી:વરાછામાં બોગસ પાસપોર્ટથી પાકિસ્તાન થઈ UK, કેનેડા મોકલનારો ઝડપાયો, દેશદ્રોહની તપાસ થશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ઇરફાનની તસવીર. - Divya Bhaskar
આરોપી ઇરફાનની તસવીર.
  • ATSની તપાસમાં આરોપી 25 વખત બાંગ્લાદેશ ગેરકાયદે જઈ આવ્યો હોવાનો ઘટસ્ફોટ
  • 9 દેશના નકલી પાસપોર્ટ મળ્યા, સોશિયલ મીડિયા પર લોકોને કહેતો, એરપોર્ટ પર સેટિંગ છે

સુરતના મોટા વરાછામાં એટીએસએ દરોડો પાડી નકલી વિઝા-પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલનારને ઝડપી પાડ્યો છે. તે પોતે 25 વખત ગેરકાયદે રીતે બાંંગલાદેશ જઈ આવ્યો છે. એટીએસને બાતમી મળી હતી કે મોટા વરાછામાં જાદવત ફળિયામાં રહેતો મો.ઇરફાન ઐયુબ ઇસ્માઈલ આદમ વિવિધ દેશોના બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી લોકોને વિદેશ મોકલે છે. બાતમીના આધારે PI સી.આર.જાદવ અને PSI વી.વી.ભોલાએ મો.ઇરફાનના ઘરે દરોડા પાડી આરોપીના ઘરેથી નેપાળ, આર્મેનિયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરુ તથા નાઇજીરિયાના નકલી પાસપોર્ટ કબજે કર્યા હતા. ઇરફાને થાણે, મુંબઈ, દિલ્હી સહિતની વિવિધ પાસપોર્ટ ઓફિસેથી બોગસ પાસપોર્ટ મેળવ્યા હતા.

આરોપી સોશિયલ મીડિયા પર લોકોને જણાવતો કે એરપોર્ટ પર તેનું સેટિંગ છે. પાકિસ્તાનથી પણ યુરોપ, સાઉથ અફ્રિકા, કેનેડા અને યુ.કે.માં લોકોને મોકલ્યા છે. અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં 7 ગુના નોંધાતાં 5 કેસમાં ધરપકડ થઈ હતી. તેના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે. એટીએસ તપાસ કરે છે કે તેના દેશદ્રોહી તત્ત્વો સાથે કનેક્શન છે કે નહીં.

એડવર્ટાઈઝિંગ સાઇટ પર અશ્લીલ પોસ્ટ મૂકી
આરોપી ઇરફાને એક એડવર્ટાઈઝિંગ સાઇટ પર અશ્લીલ પોસ્ટ મૂકી લખ્યું કે જે મહિલા સ્વચ્છંદી હોય, દારૂ પીવાની ટેવ હોય, વિદેશોમાં તેની સાથે ફરી શકે, તેની સાથે શરીર સંબંધ બાંધી શકે એવી મહિલાને વિદેશ લઈ જવાનો, રહેવાનો,ખાવા-પીવાનો શોપિંગનો તમામ ખર્ચ પોતે ભોગવશે.

સુરતની બે યુવતીને કેનેડા મોકલવાનો હતો
આરોપીએ પૂtછપરછમાં જણાવ્યું હતું કે તે સુરતની બે યુવતીને કોલકાતાથી બાંગ્લાદેશ લઈ જઈ ત્યાં એક મહિનો રાખી યુવતીના જન્મનો બોગસ દાખલો બનાવી દુબઈ અને ત્યાંથી કેનેડા મોકલવાનો હતો. એ પહેલાં જ આરોપી ઝડપાઈ ગયો હતો. બે યુવતીની પણ શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...