કામ ઝડપી કરવા માગ:સીમાડામાં ખાડીને પેક કરવાની‘બોગસ’ કામગીરી, 5 વર્ષમાં 8.5 કિમીમાંથી 2 કિમીમાં જ કામ થઈ શક્યું

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિવેકાનંદ સોસાયટીથી કડોદરા રોડ તરફ જતી ખાડીનું બાંધકામ ચાલી રહ્યું છે - Divya Bhaskar
વિવેકાનંદ સોસાયટીથી કડોદરા રોડ તરફ જતી ખાડીનું બાંધકામ ચાલી રહ્યું છે
  • વર્ષોથી અટવાતુ ખાડી પરનું બાંધકામ સત્વરે કરવા 10થી વધુ સોસાયટીના રહીશોની માંગ
  • વર્ષ 2017માં 196 કરોડ રૂપિયા મંજૂર થયા હતા, દર વર્ષે ડ્રેજિંગ માટે 2 કરોડનો ખર્ચો
  • 48 મહિનામાં કામ પૂરુ કરવાનું હતું તેને બદલે 60 મહિના થઈ ગયા

સીમાડા,સરથાણા, પુણા, કરંજ, વિવેકાનંદ,કડોદરા રોડ થી ઉધના, જીવન જ્યોત સુધી જતી 8.5 કિમી ખાડી પર આરસીસી બાંધકામ કરવાની મંજૂરી 2017માં મળી હતી પરંતુ હજુ સુધી માત્ર દોઢ કિમી જ કામ થયું હોવાનું પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું.

સ્થાનિકોએ કહ્યું કે,10થી વધારે સોસાયટીના આગેવાનોએ પાલિકાને પત્ર લખી તાત્કાલિક કામ પૂર્ણ કરવા માંગ પણ કરી છે. પહેલા તબક્કાનું કામ 36 મહિનામાં પૂર્ણ થવું જોઈએ તે ઉપરાંત 3 વર્ષના ત્રણ ચોમાસાના 12 મહિના બાદ કરવામાં આવે તો 48 મહિનામાં પૂરું કરવું પડે તેના બદલે 60 મહિના થયા છતાં કામ પૂર્ણ થયું નથી. પાલિકાએ દર વર્ષે 1 થી 2 કરોડ ડ્રેજિંગ માટે વાપરવા પડે છે. કામ ઝડપથી પૂરું થાય બોજ ઓછો પડે.

  • લક્ષ્મીપાર્કથી લક્ષ્મણનગર સુધી 300 મીટર ખાડી પેક કરવા 196 કરોડ મંજૂર કર્યા છે પરંતુ ટેન્ડર અપલોડ ન થતા કોઈ એજન્સી આગળ આવતી નથી.- દિનેશ સાવલીયા, પૂર્વ કોર્પોરેટર
  • ​​​​​​​મારા મત વિસ્તાર કરંજમાં 2.8 કિમી ખાડી ભાગ છે તેમાંથી 2 કિમીનું કામ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં લોકાર્પણ થશે.- પ્રવીણ ઘોઘારી, MLA
  • ખાડી બાંધકામ માટે મુખ્યમંત્રીએ 155 કરોડ મંજૂર કર્યા છે. અત્યારે લક્ષ્મીપાર્કથી લક્ષ્મણનગર સુધી કામ શરૂ પણ થઇ ગયું છે.- વિ.ડી.ઝાલાવાડીયા, ધારાસભ્ય, કામરેજ
અન્ય સમાચારો પણ છે...