સાયબર ક્રાઈમ:માજી ચેમ્બર પ્રમુખનું બોગસ FB બનાવી રૂપિયા મંગાયા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આશિષ ગુજરાતીને જાણ થતાં FB ઉપર પોસ્ટ મૂકી જાણકારી આપી, હવે સાયબર ક્રાઈમને અરજી કરશે

ચેમ્બરના માજી પ્રમુખના નકલી ફેબસુક એકાઉન્ટ બનાવીને ગઠિયાઓ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે, આશિષ ગુજરાતીને જાણ થતાં તેમને તરત જ ફેસબુક પેજ પર પોસ્ટ મુકીને લોકોને જાણ કરી હતી. ચેમ્બરના માજી પ્રમુખ આશિષ ગુજરાતીનું કોઈ ગઠિયાએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.

ત્યાર બાદ તેણે અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે રિકવેસ્ટ સ્વિકારતા તેમની પાસે રૂપિયાની માંગણી કરરાઈ રહી હતી. આશિષ ગુજરાતીના પરિચિત વ્યક્તિને આ ગઠિયાએ ફેક એકાઉન્ટથી રૂપિયાની માંગણી કરી એટલે પરિચિત વ્યક્તિએ આશિષ ગુજરાતીને જાણ કરી હતી. ત્યાર બાદ આશિષ ગુજરાતીએ ફેસબુક પર પોસ્ટ મુકીને નકલી એકાઉન્ટની જાણી કરી હતી. હવે તેઓ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરરશે.

મારા નામે ઉઘરાણી થાય છે
ચેમ્બરના માજી પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ‘ગઈ કાલે રાત્રે મને જાણ થઈ કે, કોઈ મારું ફેક એકાઉન્ટ બનાવીને રૂપિયાની ઉઘરાણી કરી રહ્યું છે. થતાંની સાથે જ મેં મારા ઓરીજીનલ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મુકીને લોકોને આ અંગે જાણ કરી છે. હવે અમે સાયબર ક્રાઈમમાં અરજી કરીશું.’

અન્ય સમાચારો પણ છે...