સુરતના ડિંડોલીની આંગન રેસીડેન્સીમાં પોલીસે છાપો મારી બોગસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આર.સી.બૂક બનાવી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. એટલું જ નહીં પણ આખું કૌભાંડ આરટીઓ એજન્ટ સહિતની ટોળકી ચલાવતી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓ કોમ્પ્યુટરની મદદથી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોલીસ દ્વારા દંડ અને સ્થળ મેમોની આપવામાં આવતી રસીદના આરટીઓના કર્મચારીઓના સહિ સિક્કા સાથે દંડ ભર્યા હોવાની બોગસ રસીદ પણ બનાવી આપતા હતા. પોલીસે 3ની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે કૌભાંડ ઝડપાયું
અજય તોમર (પોલીસ કમિશનર) એ જણાવ્યું હતું કે, ડિંડોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે પોલીસે આંગમ રેસીડેન્સીના મકાન નં 103માં દરોડા પાડ્યા હતા. આ કેસમાં વિશ્વનાથ કાશીનાથ સાવ (ઉ.વ.36.૨હે), મોહમદ આરીફ ઉર્ફે શાહરુખ મહેબુબ શાહ (રહે, મારુતી નગર લિંબાયત) અકબર હમીદ શેખ (રહે, મારુતી નગર લિંબાયત), સમીર ટામટા બશીર , શેખ (રહે, શાહપુરા લિંબાયત) મુજાદિન શાગીરખાન પઠાણ (રહે, રૂસ્તમપાર્ક લિંબાયત) અને સુનીલ પંચાલ (રહે. કતારગામ) નામ બહાર આવ્યા છે, જે પૈકી 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.
એક હજારનું કમિશન લેવાતું હતું
ભેજાબાજ ટોળકી પેન ડ્રાઈવમાં આધારકાર્ડ, મતદાન કાર્ડ, તના ફોર્મેટ ઈન્સ્ટોલ કરી કાર્ડ માટેની સાઈઝ પસંદ કરી અગાળથી સ્કેન કરી કોરા બનાવેલા મતદાન કાર્ડ અને આધાર કાર્ડ અને આરસી બુકના દસ્તાવેજનો કોપી કરી ફોર્મેટ- એપ્લીકેશનમાં પ્રિ-ન્ટર દ્વારા બાયોમેટ્રીક પ્રોસેસ વગર તૈયાર કરતા હતા. એટલું જ નહીં પણ ટોળકી પોલીસ દ્વારા દંડ અને સ્થળ મેમોની આપાવામાં આવતી રસીદના આધારે આરટીઓ કચેરીના કર્મચારીના બોગસ સહી સિક્કા સાથે દડ ભર્યાની રસીદ બનાવી આપતા હતા. તેના બદલામાં કેમિશન પેટે 1 હજાર લેતા હતા. હાલ તો ડિંડોલી પોલીસે આરટીઓ એજન્ટ સહિતની ટોળકીને પકડી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહીબ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.