સ્વામીજીનાં અંતિમ દર્શન:હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ મુળભુત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટે પીક્ષી સંસ્થાની કામગીરી, સુરતના ડોક્ટર પણ જોડાયા

સુરત3 મહિનો પહેલા
એમ્બાલ્ડિંગની પ્રક્રિયાથી સ્વામીજીના નશ્વરદેહને પાંચ દિવસ અંતિમ દર્શન માટે રખાશે.
  • સ્વામીજીનો નશ્વરદેહ યથાસ્થિતિમાં રહે તે માટે એમ્બાલ્ટિંગની કામગીરી કરાઈ

સ્વામીનારાયણ સંપ્રદાયના સંત અને યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા સમાન હરિધામ સોખડાના પરમ પૂજય સંત હરિપ્રસાદ સ્વામીજીના નિધનને પગલે લાખો સત્સંગીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય દેહની અંતિમ ક્રિયા આગામી 1લી ઓગસ્ટે હરિધામ સોખડા ખાતે કરવામાં આવશે. અલબત્ત, આટલા દિવસો સુધી સ્વામીજીનો નશ્વર દેહ યથાસ્થિતિમાં તે માટે એમ્બાલ્ટિંગની કામગીરી કરતી રાજ્યની અગ્રણી સંસ્થા પીક્ષીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પિક્સી સંસ્થાની એક ટીમ ગઈકાલે જ હરિધામ સોખડા ખાતે પહોંચીને સ્વામીજીનો નશ્વરદેહ મુળભુત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતના ડો. વિનેશ શાહ અને ડો. ગૌરાંવ પટેલ સહિતની એક ટીમે સ્વામીના નશ્વરદેહની જાળવણી કરી.
સુરતના ડો. વિનેશ શાહ અને ડો. ગૌરાંવ પટેલ સહિતની એક ટીમે સ્વામીના નશ્વરદેહની જાળવણી કરી.

બે કલાકની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી
સંસ્થાના અગ્રણી સુરતના ડો. વિનેશ શાહે જણાવ્યું હતું કે, દેશ-દુનિયામાં લાખો હરિભક્તોનો વિશાળ પરિવાર ધરાવતાં હરિધામ સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિધન બાદ તેઓના નશ્વર દેહને આગામી પાંચ દિવસ સુધી મુળભુત સ્થિતિમાં સચવાઈ રહે તે માટે પિક્સી સંસ્થાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પુણ્ય આત્માના દેહાવસાન બાદ મહત્તમ સંખ્યામાં હરિભક્તો તેઓના અંતિમ દર્શન કરી શકે તે માટે એમ્બાલ્ડિંગની પ્રક્રિયા આવશ્યક હોવાને કારણે અમારી સંસ્થાને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. જેને પગલે ડો. વિનેશ શાહ અને ડો. ગૌરાંવ પટેલ સહિતની એક ટીમ હરિધામ સોખડા પહોંચીને બે કલાકની રાસાયણિક પ્રક્રિયાને અંતે પુજય સ્વામીજીના મૃતદેહ પર આ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેને પગલે હવે આગામી પાંચ દિવસ સુધી તેઓના મૃતદેહ મુળભુત સ્વરૂપમાં જળવાઈ રહેશે.

હરિધામ સોખડા ખાતે સ્વામીજીના અંતિમ દર્શન કરી શકાશે.
હરિધામ સોખડા ખાતે સ્વામીજીના અંતિમ દર્શન કરી શકાશે.

પાંચ દિવસ સ્વામાીજીના અંતિમ દર્શનની વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પૂર્વે ગુરૂ પૂર્ણિમાના રોજ સંતોએ પુજનનો લ્હાવો લીધો હતો ત્યારે સ્વામીજીનું સ્વાસ્થ્ય સારૂં હતું અને લાખ્ખો સત્સંગીઓ દ્વારા આ દિવસે સ્વામીજીના ઓનલાઈન દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી. ગત ફેબ્રુઆરી મહિનાથી કિડનીની બિમારીને પગલે તેઓનું નિધન થયું હતું. જો કે, આગામી પાંચ દિવસ દરમિયાન હરિધામ સોખડા ખાતે કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ સ્વામીજીના અંતિમ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...