તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Woman's Body Was Brought Home Without Postmortem, The Family Was Brought Back To Surat Civil Hospital With The Body From The Road After Informing The Police

પરિવારની જીદ:પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મહિલાના મૃતદેહને વતન લઈ જવાયો, પોલીસને જાણ કરાતાં રસ્તામાંથી પરિવારને મૃતદેહ સાથે સુરત સિવિલ હોસ્પિટલ પરત લવાયો

સુરતએક મહિનો પહેલા
પોલીસે સમજાવતાં પરિવાર મહિલા (ફાઈલ તસવીર)ના પોસ્ટમોર્ટમ માટે તૈયાર થયો.
  • મૂળ ભાવનગરના ઝાંઝમેરની પરિણીતાને સાપ કરડતાં સારવાર પહેલાં જ મોત થયું હતું
  • પરિવાર મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નહીં કરવાની જીદ પકડી રવાના થઈ ગયો હતો

સુરતના કડોદરાના અંત્રોલી ગામે ખેતમજૂરી કરતા સૌરાષ્ટ્રવાસી પરિવારની પરિણીતાનું સાપ ડંખ બાદ મોત નીપજતાં પરિવાર પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર વતન લઈ જવા રવાના થયો હતો. જોકે ઘટનાની જાણ બાદ પોલીસે મૃતદેહ સાથેની વાનને કિમ નજીક આંતરીને મૃતદેહ પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવવા ડ્રાઇવરને સૂચના આપી હતી, એટલે કે મૃતદેહ સાથેની શબવાહિનીને પરત બોલાવી હતી.

સાપે ડંખ મારતાં મહિલાને સિવિલમાં મૃત જાહેર કરાઈ હતી
પોલીસે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના તળાજા નજીકના ઝાંઝમેર ગામે રહેતા વિપુલ લવજી ભાલિયા (કોળી) પરિવાર સાથે સુરત નજીકના અંત્રોલી ગામે એક વર્ષ પહેલાં ખેતમજૂરી કરવા આવ્યા હતા. રવિવારના રોજ સાંજે ખેતીમાં મજૂરીકામ દરમિયાન વિપુલ ભાલિયાની પત્ની રમીલાબેન (ઉં.24)ને સાપ કરડી જતાં તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ઝેરી સાપે ડંખ મારતાં રમીલાબેન બેભાન થઈ ગઈ હતી. તબીબોએ મૃત જાહેર કર્યા બાદ પરિવારે મૃતક રમીલાબેન ભાલિયાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નહીં કરવાની જીદ પકડી હતી. ત્યાર બાદ પરિવાર ખાનગી વાહનમાં રમીલાબેનને મૃતદેહને લઇને અંતિમવિધિ કરવા માટે સૌરાષ્ટ્રના ઝાંઝમેર જવા રવાના થઈ ગયો હતો.

પરિવાર જીદ કરી મૃતદેહ લઈને રવાના થયો હતો, પણ પોલીસ સમજાવી પરત લાવી.
પરિવાર જીદ કરી મૃતદેહ લઈને રવાના થયો હતો, પણ પોલીસ સમજાવી પરત લાવી.

કાયદાથી અજાણ એવા પરિવારને પોલીસે સમજાવ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના તંત્રએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી. કેસ પેપર પર ટેલિફોન નંબરના આધારે તપાસ કરતાં પરિવાર મૃતદેહ સાથે કિમ પહોંચી ગયો હતો. કાયદાથી અજાણ એવા પરિવારને સમજાવી તાત્કાલિક રમીલાબેનના મૃતદેહ સાથેની શબવાહિનીને સુરત લઈ આવવા જણાવવામાં આવ્યું હતું. જોકે પરિવાર પીએમ કરવા માટે અસંમત હોવાથી નેશનલ હાઇવેના કિમ પાસેથી તેમના મૃતદેહને લઇ જતી વાનને પોલીસ આંતરીને પરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં સફળ રહ્યા હતા.

કાયદાથી અજાણ એવા પરિવારને સમજાવતાં પોસ્ટમોર્ટમ માટે તૈયાર થયા.
કાયદાથી અજાણ એવા પરિવારને સમજાવતાં પોસ્ટમોર્ટમ માટે તૈયાર થયા.

પોસ્ટમોર્ટમ કરાવી હવે અંતિમવિધિ કરીશું: મૃતકના પતિ
વિપુલ (મૃતકના પતિ)એ જણાવ્યું હતું કે સાહેબ, અમે મજૂર છીએ, આ બધી બાબતોથી વાકેફ નથી, ખેતમજૂરી કરી બાળક અને માતા-પિતા સહિત સંયુક્ત પરિવાર સાથે ગુજરાન ચલાવીએ છીએ, અંતિમ વિધિ કરવા રમીલાના મૃતદેહને વતન લઈ જતા હતા. પોલીસે સમજાવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવી હવે અંતિમવિધિ કરીશું.