કૂટણખાનું ઝડપાયું:સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહ વેપારનો વ્યવસાય ઝડપાયો, સંચાલક સહિત બે મહિલાઓ પકડાઈ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતીય મૂળની બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી. - Divya Bhaskar
ભારતીય મૂળની બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી.
  • ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ગેરપ્રવૃત્તિ ઝડપાઈ

સુરતમાં ઠેર ઠેર મસાજ અને સ્પા પાર્લરની આડમાં ચાલતા કૂટણખાનાંઓ પર પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરીને બે મહિલાઓ સહિત સંચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રેડ કરી
ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉમરા પાર્લે પોઇન્ટ ત્રિભુવન કોમ્પલેક્ષ ના ઓફિસ નંબર એ-2 પહેલા માળે હેપી ફેમિલી સ્પાના માલિક સોહેલ અબ્દુલ મંડલ મસાજ પાર્લરમાં સંચાલક તરીકે સિદ્ધાર્થ પ્રેમદાસ બનશોળને સંચાલકની નોકરીએ રાખી પોતાના મસાજ પાર્લરમાં ભારતીય મૂળની બે મહિલાઓ પાસે બે વ્યાપારનો ધંધો કરાવતા હતા. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી અને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું.

ગ્રાહકોને સગવડ અપાતી હતી
​​​​​​​મસાજ પાર્લરમાં મસાજ માટે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડવામાં આવતી હતી. કૂટણખાનું ચલાવી ગુનો કરી સંચાલકને રૂપિયા 2000ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ભારતીય મૂળની બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...