સુરત શહેરના પાલ વિસ્તારમાં આજે આંબાના ઝાડ સાથે એક યુવકનો ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પાલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો. તેને લઈ હત્યા છે કે, આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉઠી પૂછી રહ્યા છે. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
પાલ સ્થિત કેનાલ રોડ પાસે આવેલા ખેતરમાં એક આંબાના ઝાડ સાથે આજે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને લટકતો દેખાતા ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. આ રીતે લટકતા મૃતદેહને જોઈ લોકોમાં ભારે ચકચાર મચી હતી.જેને લઇ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
અઠવાડિયા પહેલા યુવક સુરત રોજગારી માટે આવ્યો હતો
ઘટના સ્થળે પોલીસ પહોંચીને યુવકના મૃતદેને ઝાડ પરથી નીચે ઉતારી હતો. યુવકને વિશે તપાસ શરૂ કરી હતી. જ્યા પોલીસને જાણવા મળ્યું હતું કે, મરનાર યુવક ૩૦ વર્ષીય અનિશ ગોવિંદ પ્રસાદ શાહુ હોવાનું જાણવા મળ્યું છે.તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અઠવાડિયા પહેલા જ સુરત ખાતે આવ્યો હતો. સુરતમાં રહેતા તેના પરિચિતો અને સ્વજનોના ઘરે રહેતો હતો. મધ્યપ્રદેશથી તે રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો જેને લઈ તે હાલ બેકાર હતો.
આપઘાત કે હત્યા રહસ્ય
30 વર્ષીય અનિશ પ્રસાદ શાહુનો મૃતદેહ આંબાના ઝાડ સાથે જે રીતે લટકતો મળી આવ્યો છે. તે જોતા તેની મોત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. આંબાના ઝાડની વચ્ચે જમીન સુધી તેના પગ પહોંચી જાય તે રીતે તેનો લટકતો મૃતદેહ મળ્યો છે. તે ઉપરાંત મરનાર યુવકના મૃતદેહ નજીકથી અનાજમાં નાખવાની દવા પણ મળી આવી છે. જેને લઇ આ યુવકની કોઈએ હત્યા કરી છે કે, પછી આપઘાત કર્યો છે. હાલ રહસ્ય બની રહ્યું છે. પાલ પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે.
પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો નોંધ્યો
હાલ તો પોલીસે યુવકના મૃતદેહ અંગે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, યુવકે આપઘાત કયા કારણસર કર્યો છે. તે હાલમાં જાણી શકાયું નથી. મરણ જનાર યુવક હાલમાં અપરણીત હતો. તેને આંબાના ઝાડ સાથે સફેદ રંગનું કાપડ બાંધીને ફાસો ખાઈને આપઘાત કર્યો છે. ત્યારે યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતકના પીએમ રિપોર્ટ બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.