મજા માણતાં માતમ:સુરતમાં પિતા સાથે રજામાં ફરવા નીકળેલા મસ્તી કરતાં કરતાં તાપીમાં પડી ગયાના 45 કલાકે મૃતદેહ મળ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાપી નદીમાં પડી ગયા બાદ બાળકનું મોત થયું હતું. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
તાપી નદીમાં પડી ગયા બાદ બાળકનું મોત થયું હતું. (ફાઈલ તસવીર)
  • મક્કાઈપૂલ પરથી પડી ગયેલું બાળક શીતલ ચાર રસ્તા પાસે કિનારેથી મૃત હાલતમાં મળ્યું

દિવાળીના તહેવારની રજાઓ શરૂ થઈ ગઈ છે. જો કે આ રજાઓના આગળ ગત રવિવારે સુરતના મક્કાઇપુલ ઉપરથી તાપી નદીમાં પડી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો છે. જીદે ચડેલા બાળકે તાપી નદી પરના બ્રિજ પર બેસાડ્યો અને થોડી લાપરવાહી કહો કે, શરતચૂક મસ્તીખોર બાળકનું બેલેન્સ ન રહેતા તાપી નદીના પેટાળમાં પડી જતાં ગૂમ થઈ ગયો હતો.જેથી શોધખોળ માટે ફાયરબ્રિગેડ સહિતના સ્થાનિકો જોડાયા અને 45 કલાક બાદ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પિતાની ભૂલથી બાળક ગૂમાવ્યું
રવિવારના રોજ સઇદ શેખ માસુમ પુત્ર જાકિરને લઈ મક્કાઈ પૂલ પર ફરવા ગયા હતા. મજાક મસ્તીમાં દીકરાને તાપી બ્રિજના પૂલ પર બેસાડી મજા લેતા પિતાની એક ભૂલથી દીકરો બ્રિજ પરથી તાપીમાં પડી ગયો હતો. ઘણી શોધખોળ બાદ માસૂમ જાકિર સોમવારની મધરાત્રે શીતલ ચાર રસ્તા પાસેની નદી કિનારેથી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી.

બાળક પડી જતાં લોકો પણ બ્રિજ પર થંભી ગયાં હતાં.
બાળક પડી જતાં લોકો પણ બ્રિજ પર થંભી ગયાં હતાં.

જીદ પુરી કરવા જતાં મોત મળ્યું
સઇદ શેખ (જાકિરના પિતા) એ જણાવ્યું હતું કે, જાકિર ધોરણ-5 માં અભ્યાસ કરે છે. ત્રણ સંતાનોમાં બીજા નંબરનો દીકરો હતો. રવિવારના રોજ ફરવાની જીદ કરતા મક્કાઇપૂલ ઉપર આવ્યાં હતાં. રવિવારના રોજ બપોરનો સમય હતો. મસ્તીખોર જાકીરે પૂલની પાળી પર બેસવાની જીદ કરતા મેં જ એને ઉંચકીને પારી પર બેસાડી દીધો હતો. ત્યારબાદ મજાક મસ્તીમાં અચાનક એ બ્રિજની પાળી પરથી તાપીમાં પડી ગયો હતો.

રસ્તા પર પણ બાળક પડી ગયાની વાત લોકો ઉભા રહી જતા ટ્રાફિક થયો હતો.
રસ્તા પર પણ બાળક પડી ગયાની વાત લોકો ઉભા રહી જતા ટ્રાફિક થયો હતો.

45 કલાકે મૃતદેહ મળ્યો
દીકરાને આટલી ઉંચાઈએથી તાપીમાં પડતા જોઈ હૃદયના ધબકારા બંધ પડી ગયાં હતાં. બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યાં હતાં. ફાયરને જાણ કરતા ફાયર જવાનોએ તાપી નદીના પાણીમાં જાકિરની શોધખોળ કરી હતી. જોકે આખો દિવસ વીતી ગયા બાદ પણ તાપીના પાણીમાં જાકિરનો કોઈ પતો ન લાગતા એના જીવિત હોવાની આશા છૂટી ગઈ હતી. 45 કલાકની સતત શોધખોળ બાદ જાકિરનો મૃતદેહ શીતલ ચાર રસ્તા તાપી નદીના કિનારેથી સોમવારની મધરાત્રે મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા પોલોસ પણ દોડી આવી હતી. જાકિરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લવાયો હોવાનું મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું. હાલ રાંદેર પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.