ધો. 12 સાયન્સ રિઝલ્ટ:સુરતનું 77.53 ટકા પરિણામ જાહેર, ગુજરાતભરમાં સૌથી વધુ A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને મળી સફળતા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી. - Divya Bhaskar
વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી.
  • આશાદીપ શાળાના 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું રિઝલ્ટ 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરિક્ષાનું ઝડપથી પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં સૌથી વધુ A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને સફળતા મળી છે.

B1 અને B2માં પણ સૌથી વધુ વિદ્યાર્થી
ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 77.53 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 636 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 1468 અને B2માં 1930 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે.

સેન્ટર પ્રમાણે પરિણામ
સુરત સેન્ટરનું 81.57 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે બારડોલીનું 65.94, કામરેજનું 77.34, વરાછાનું 87.73, કીમનું 74.78, રાંદેરનું 82.09, નાનપુરાનું 74.65, ઉધનાનું 62.38, માંડવીનું 53.02 અને વાંકલનું 57.50 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી અપાશે
આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ આપવામાં આવશે. આ વર્ષે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી ખૂબ જ ટુંકા ગાળામાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 12000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પરિણામ આવવાની રાહ જોઇ રહ્યા હતા. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. હાલ ફક્ત પરિણામ જ જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી મોકલવામાં આવશે.

મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી.
મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી.

ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...