લક્ઝુરિયસ કારમાં આગ:સુરતમાં રસ્તા પર દોડતી BMW કારમાં આગ લાગી, કાપડના વેપારી કાર સાઈડમાં પાર્ક કરીને નીચે ઉતરી જતા જીવ બચ્યો

સુરત2 મહિનો પહેલા
  • કાપડના વેપારી જીમમાંથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી

સુરતના પનાસ ગામ BRTS રોડ પર BMWસિરીઝ 3 કારમાં આગ લાગી ગઈ હતી. કાપડના વેપારી જીમમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કારમાં આગ લાગી હતી. ધુમાડો નીકળતા કાર સાઈડમાં પાર્ક કરીને સલામત રીતે નીચે ઉતરી જતા જીવ બચી ગયો હતો. બાદમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગ સંપૂર્ણપણે બળીને થઈ ગઈ હતી. મજુરાગેટ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

લોકોમાં ડરનો માહોલ
સુરત પનાસ ગામમા લકઝરી BMW કાર (નંબર GJ05 JE 9050) માં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ કારે આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, કાર ચાલક કાપડના વેપારી પ્રવીણભાઈ ગાંધી સમયસર કારમાંથી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. લોકોએ કહ્યું હતું કે આગ BMW કારમાં લાગી હતી. શોર્ટ સર્કિટ બાદ ચાલુ કારમાં આગ લાગવાથી ડરનો માહોલ ઉભો થયો હતો. સમયસર કાર રોડ બાજુએ પાર્ક કરીને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયરના જવાનોએ દોડી આવ્યા હતા અનેઆગ કાબુમાં લીધી હતી. જોકે ફાયર વિભાગે આ બાબતે કોઈ કોલ મળ્યો ન હોવાનું જણાવ્યું હતું.

કાપડના વેપારી જીમમાંથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી.
કાપડના વેપારી જીમમાંથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી.

આઠ વર્ષ અગાઉ કાર લીધી હતી
કારના માલિક પ્રવીણભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ અગાઉ કારની ખરીદી કરવામાં આવી હતી. પોતાના સિવાય કારને કોઈ ચલાવતું નહોતું. કાર લઈને તેઓ જીમ ગયા હતા અને જીમથી પરત ફરતા હતા. તે દરમિયાન ચાલુ કારમાં ધુમાડો દેખાયો હતો. ટાયરથી આગ લાગી હોવાનું કહેવાય છે. પરંતુ, બોનેટમાં આગ લાગ્યા બાદ આગ વિકરાળ બની હતી. જોત જોતામાં જ આગ સંપૂર્ણ કારમાં લાગી ગઈ હતી. આગના કારણે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કાપડના વેપારી કાર સાઈડમાં પાર્ક કરીને નીચે ઉતરી જતા જીવ બચી ગયો હતો.
કાપડના વેપારી કાર સાઈડમાં પાર્ક કરીને નીચે ઉતરી જતા જીવ બચી ગયો હતો.
આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગ સંપૂર્ણપણે બળીને થઈ ગઈ હતી.
આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગ સંપૂર્ણપણે બળીને થઈ ગઈ હતી.
મજુરાગેટ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
મજુરાગેટ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
બોનેટમાં આગ લાગ્યા બાદ આગ વિકરાળ બની હતી.
બોનેટમાં આગ લાગ્યા બાદ આગ વિકરાળ બની હતી.
અન્ય સમાચારો પણ છે...