રક્તદાન:સુરતમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા પહોંચ્યા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલપી સવાણી રિવર સાઈડ સ્કૂલ અને JCI મેટ્રોના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરાયું. - Divya Bhaskar
એલપી સવાણી રિવર સાઈડ સ્કૂલ અને JCI મેટ્રોના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરાયું.
  • ત્રણ હજાર બોટલ લોહી એકત્રિત કરવાનો અંદાજ

સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલ એલપી સવાણી રિવર સાઈડ સ્કૂલ અને JCI મેટ્રોના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું. રક્ત દાન મહાદાન છે સ્કૂલના ટ્રસ્ટી માવજીભાઈ સવાણી દ્વારા રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા પહોંચ્યા હતા.

કોરોનાકાળમાં લોહીની અછત ઉભી થઈ હતી
રક્ત દાનનું મહત્વ શું છે એ લોકો કોરોનાકાળમાં જોઈ ચૂક્યા છે. કોરોના કાળમાં લોહીની અછત ઉભી થઈ હતી, મહામૂલી જિંદગી બચાવવા લોકો રક્ત માટે ફાફાં મારી રહ્યા હતા. માવજી ભાઈ સવાણી એ જણાવ્યું હતું કે દિવાળી વેકેશન માં અકસ્માતોની ઘટનાઓ વધુ સામે આવતી હોય છે.

દિવાળી વેકેશન પહેલાં રક્તદાન કેમ્પનું આયોજન
વધુમાં જણાવ્યું હતું કે, રક્તની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને લઈને સ્કૂલ દ્વારા દિવાળી વેકેશન પહેલાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓ લોહી આપવા પહોંચી રહ્યા છે સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી આશરે ત્રણ હજાર બોટલ લોહી એકત્રિત કરવાનો અંદાજ છે.