તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:સુરતમાં કતારગામ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, પોલીસ કમિશનર અજય તોમર હાજર રહ્યા

સુરત6 મહિનો પહેલા
મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યું - Divya Bhaskar
મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યું
  • રક્તદાન કેમ્પમાં સુરત પોલીસ કમિશનર સાથે મેયર પણ હાજર રહ્યા
  • કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે રક્તદાન કેમ્પ યોજાયો

કોરોના મહામારીમાં પોલીસ પણ કોરોના વોરિયર બની કામ કરી રહી છે. ત્યારે સુરતમાં કતારગામ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર અજય તોમર પણ હાજર રહ્યા હતા અને લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.

રક્તની અછતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન
કોરાના કારણે રક્તદાન ઓછું થવાના કારણે સુરત શહેરમાં રક્તની અછત સર્જાઈ છે. જેને લઈને અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તની અછતને પહોંચી વળવા કામે લાગી છે. ત્યારે સુરતમાં કતારગામ પોલીસ દ્વારા રક્તની અછતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. આ સાથે સુરત પોલીસ કમિશનર અજય તોમર અમે મેયર ડો.જગદિશ પટેલ પણ હાજર રહ્યા હતા.

કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે યોજાયેલા રક્તદાન કેમ્પ પોલીસ કમિશનર અને મેયર હાજર રહ્યા.
કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે યોજાયેલા રક્તદાન કેમ્પ પોલીસ કમિશનર અને મેયર હાજર રહ્યા.

લોકો પણ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવા અપીલ
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કતારગામ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. સુરતની જનતા સામાજીક જવાબદારી નિભાવવા માટે કેમ્પ રાખવામાં આવ્યો છે. લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ અભિયાનમાં જોડાવો. સુરત પોલીસ કમિશનરે અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકો પણ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો