તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયાવહ દૃશ્યો:સુરતમાં દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, યુવક સળગતાં ગંભીર રીતે દાઝી ત્યાં જ પડી ગયો હોવાનો LIVE વીડિયો

સુરત5 મહિનો પહેલા
ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો.
  • બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાંની સાથે જ આસપાસના વેપારીઓ દોડી આવ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં એકાએક દુકાનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે સળગીને દાઝી ગયેલો યુવક દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયાં મારતો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી
સુરતના અડાજણ વિસ્તારમાં મીત આર્ટ નામની દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો વિસ્ફોટક હતો કે રેડિયમ કટિંગનું કામ કરનારી વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાંની સાથે જ આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા.

ફાયરના જવાનોએ યુવકને 108 મારફત સારવાર અર્થે ખસેડ્યો.
ફાયરના જવાનોએ યુવકને 108 મારફત સારવાર અર્થે ખસેડ્યો.

ધડાકાભેર બ્લાસ્ટ થતાં દોડધામ મચી
રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાંની સાથે જ ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ કયા કારણસર લાગી અને ઈજાગ્રસ્ત કોણ છે એ અંગે કોઈ વધુ માહિતી મળી નથી, પરંતુ ધડાકાભેર બ્લાસ્ટ થતાંની સાથે જ દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડયો હતો.

બ્લાસ્ટ બાદ આગને કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો.
બ્લાસ્ટ બાદ આગને કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો.