તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગની કાર્યવાહી:બ્લેક મની વ્હાઇટ કરવાનું કારસ્તાન રાજ્કીય પાર્ટીના ડોક્યુમેન્ટો જપ્ત

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ચૂંટણીને પગલે અમદાવાદની IT વિંગે સંસ્થામાં તપાસ કરી

બ્લેક મની વ્હાઇટ કરવાના કારસ્તાનની આશંકા હેઠળ સ્ટેશન રોડ પર ઓફિસ ધરાવતી એક સંસ્થા કમ પોલિટિકલ પાર્ટીમાં અમદાવાદ આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગની ટીમે તપાસ કરી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. કુલ 2 જગ્યાએ કરાયેલી તપાસમાં કેટલાંક વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બે દિવસ પહેલાં સમગ્ર રાજયમાં કેટલીક પોલિટિકલ પાર્ટીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ પાર્ટીના નામ આપવાથી ઇન્કાર કર્યો હતો.

અમદાવાદ આઇટી અને સુરત આઇટીની ટીમ દ્વારા કરાયેલી તપાસમાં સ્ટેશન વિસ્તારની ઓફિસ અને એક ઘર પર તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલીક એન્ટ્રીઓ અને કાગળો મળી આવ્યા હતા. તમામનો કબજો અમદાવાદ આઇટીએ લઇ લીધો હતો. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે, ઇલેકશન અગાઉ કેટલીક હરકતો થતી હોય છે જેની પર આઇટીની પણ નજર રહેતી હોય છે. આ તપાસ પણ ખાસ માહિતીના આધારે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી.

આ રીતે કારસો રચાઈ
એક અધિકારીએ કહ્યું કે, સામાન્ય રીતે આ પ્રકારના કાંડમાં બ્લેક મની વ્હાઇટ કરવા કે ટેક્સ બેનિફિટ લેવા કરાઈ છે. ચેક હોય તો તે 20 હજારની ઉપર હોય છે અને તેમાં પણ જે તે સંસ્થા કે નોંધવા ખાતર ઇલેકશન કમિશનમાં નામ નોંધાવનાર પાર્ટી ચેક લઇને કમિશન કાપી લે છે અને બાકીની રકમ રોકડમાં જે તે વ્યક્તિને આપી દે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો