તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી હજુ ફરાર:કાળાબજારના રફ પોલિશ્ડ કરી સેઝથી એક્સપોર્ટ કરાતા હતા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયમંડના નામે હવાલામાં આરોપી હજુ ફરાર
  • મીતની બીજી કંપનીમાંથી કંઇ મળ્યું નહીં

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઝડપાયેલાં ડાયમંડના નામે હવાલા કાંડમાં આરોપી મીત કાછડિયા સાથે સંકળાયેલી ફર્મમાં કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કશું અજુગતુ બહાર ન આવ્યુ હોવાનું હાલ અધિકારીઓ જણાવી રહ્યા છે. આથી જ કોઇ ડોક્યુમેન્ટ પણ દરોડા બાદ જપ્ત કરાયા નથી. શંકા હતી કે આ કંપનીમાંથી પણ કાળા બજારના સિન્થેટિકની સાથે રિયલ ડાયમંડ એકસપોર્ટ કરવામાં આવે છે. બીજી તરફ બે નંબરમાં આફ્રિકાથી વાયા દુબઇ રફ મંગાવીને તેને સેઝમાં પોલિશ્ડ કરી એક્સપોર્ટ કરવામાં આવતા હતા. ડાયમંડના નામે હવાલાનો ખેલ કરનાર આરોપી મીત હજુ પણ પકડાયો નથી.

રફ અને પોલિશ્ડ બે નંબરમાં કરાતું
ડાયમંડના ધંધા સાથે સંકળાયેલાં સૂત્રોના મોટાભાગના વેપારીઓ કાળાબજારના રફ ડાયમંડ આફ્રિકાથી ભારત મંગાવે છે. આફ્રિકાથી કાળાબજારના આ રફ વાયા દુબઇ ભારત આવે છે. અને તેને પોલિશ્ડ કરીને ફરી મુંબઇની ચેઇન મારફત વિદેશ મોકલાય છે. પરંતુ કસ્ટમ અને પોલીસની સતકર્તાના લીધે આ ચેઇન હાલ બંધ હોય અનેક વેપારીઓએ મીત કાછડિયાનો સંપર્ક કરીને સેઝ મારફત આ ખેલ શરૂ કર્યો હોવાની ગણતરી અધિકારી લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...