વિરોધ:સુરતમાં જહાંગીરપુરા જીન મિલ ખાતે ખેડૂતો દ્વારા કાળા ઝંડા ફરકાવી પ્રદર્શન, કૃષિ બિલના વિરોધમાં આંદોલનને છ મહિના પૂર્ણ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કૃષિ બિલ રદ કરવાની માગ સાથે વિરોધ. - Divya Bhaskar
કૃષિ બિલ રદ કરવાની માગ સાથે વિરોધ.
  • સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં કાળો દિવસ મનાવવા એલાન

કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને આજે 26મી મેના રોજ 6 મહિના પૂરા થયા છે, તેના ભાગરૂપે સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં કાળો દિવસ મનાવવા આપવામાં આવેલા એલાનને આઇટુક સહિત 21 ટ્રેડ યુનિયનો ટેકો જાહેર કર્યો છે. આ સંદર્ભે આજે સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ તથા ખેડૂતો દ્વારા સુરત શહેરના જહાંગીરપુરા આવેલી જીન મિલ ખાતે કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાન દર્શન નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂત વિરોધી કાયદા રદ કરવા માટે ખેડૂતોનું આંદોલન
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને ગુજરાત આઇટુકના ઉપપ્રમુખ વિજય શેણમારેએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી ખેડૂત વિરોધી કાળા કાયદાઓ રદ કરવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એમએસપી ગેરંટીની માંગ સાથે દિલ્હીની બોર્ડ પર આંદોલન ચલાવી રહ્યા છે.

સુરત શહેરના જહાંગીરપુરા આવેલી જીન મિલ ખાતે કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
સુરત શહેરના જહાંગીરપુરા આવેલી જીન મિલ ખાતે કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

કોરોનાકાળમાં બેરોજગારોને સહાય કરવા માગ
સંયુક્ત કિસાન મોરચાએ આજરોજ કાળો દિવસ મનાવવા જાહેરાત કરી છે. જેને 11 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને વિપક્ષના 10 રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો હતો. આ સંગઠનો કેન્દ્ર સરકારને કોરોના અને લોકડાઉનથી બેરોજગાર બનેલા પરિવારોને 6 મહિના સુધી વિના મૂલ્યે રાશન આપવા અને 7500 રૂપિયાની આર્થિક સહાય કરવા માગ કરી છે. સાથે સાથે ત્રણ કૃષિ બિલ રદ કરવા પણ માગ કરી હતી.