તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગર પાલિકા ચૂંટણી 2021:ભાજપનાં ઉર્વશી પટેલ પાસે 60 લાખ તો કોંગ્રેસનાં ગાજીયાબાનુ પાસે માત્ર 20 હજારના જ દાગીના

સુરત13 દિવસ પહેલાલેખક: શિશિર મેકવાન
 • કૉપી લિંક
 • લલીતાબેન પાસે સોનું જ નથી, પારૂલ બારોટ પાસે 33 તોલા સોનુ અને 1.73 કિલો ચાંદી

સુરત મહાનગર પાલિકાના બેઠક જીતવા માટે લાખોનો ખર્ચ કરવાની તૈયારી સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવનારી મહિલા ઉમેદવારોમાં ઘણાએ આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હોવાનો ચૂંટણી પંચ સમક્ષ કબૂલાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ ધનાઢ્ય ઉમેદવારની પસંદગી કરી છે તો પણ મોટા ભાગના ઉમેદવારો પાસે માત્ર બે કે ત્રણ તોલા જેટલું જ સોનું છે.તેમાં પણ જાણીતો ચહેરો દર્શની કોઠીયા પાસે તો માત્ર 45,945 રૂપિયા જેટલી જ ઝવેરાત છે. ભાજપના ઉમેદવારોમાં સૌથી વધુ વોર્ડનં. 10ના ઉમેદવાર ઉર્વશી પટેલ પાસે રૂ.57.50 લાખની કિંમતના સોનાના ઘરેણાં તેમજ રૂ.3 લાખની કિંમતની ચાંદી મળીને કુલ 60.50 લાખની ઝવેરાત છે.

તો વોર્ડ નં.11ના વૈશાલી શાહ પાસે રૂ.44 લાખની કિંમતના, હેમાલી બોઘાવાલા પાસે રૂ.11 લાખના સોના-ચાંદીનાના દાગીના છે. વોર્ડ નં.4ના નયના સંઘાણી પાસે રૂ.16 લાખ, વોર્ડ નં.9ના નેન્સી શાહ પાસે રૂ.16.40 લાખ, વોર્ડ નં.16ના કોમલ પટેલ પાસે 13.31 લાખ અને વોર્ડ નં.23ના ગીતા રબારી પાસે રૂ.17 લાખની કિંમતના સોના-ચાંદીના ઝવેરાત છે.તેવી જ રીતે કોંગ્રેના વોર્ડ નં.1ના ઉમેદવાર પારૂલ બારોટ પાસે 33 તોલા સોનુ અને 1.73 કિલો ચાંદી છે જેની અંદાજિત કિંમત રૂ.14 લાખથી વધુની થાય છે.

આ ઉપરાંત વોર્ડ નં.17ના ઉમેદવાર વિલાસબેન પડસાળા પાસે રૂ.11.94 લાખની ઝવેરાત છે. વોર્ડ નં.20ના ઉમેદવાર ગાઝીયાબાનુ શાહ પાસે રૂ.20 હજારના જ સોનાના ઘરેણાં છે. તો ‌વળી વોર્ડ નં.6ના ઉમેદવાર લલીતા સોસા એ પોતાની પાસે સોનાના ઘરેણાં જ ન હોવાની ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો