તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉહાપોહ:સુરતમાં ભાજપની ત્રણ ટર્મવાળી ફોર્મ્યુલાથી કાર્યકરોમાં વિરોધ, ત્રણ ટર્મથી જીતતા નિરવ શાહના સમર્થનમાં લોકો આવ્યા

સુરત23 દિવસ પહેલા
પૂર્વ ડે.મેયરને ટિકિટ આપવાની માંગ સાથે સમર્થકો આવ્યાં હતાં. - Divya Bhaskar
પૂર્વ ડે.મેયરને ટિકિટ આપવાની માંગ સાથે સમર્થકો આવ્યાં હતાં.
 • પૂર્વ ડે. મેયર નિરવ શાહના સમર્થનમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો

ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ્યુલા ઘડવામાં આવી છે. જે અંતર્ગત સુરત પાલિકામાંથી વરિષ્ઠ કાઉન્સિલરોની બાદબાકી થઈ જાય તેમ છે. ત્રણ ટર્મ કરતાં વધુ સમયથી ચૂંટણી જીતતા આવેલા નેતાઓની બાદબાકી થઈ જવાના ડરથી કાર્યકરો વિરોધમાં આવ્યાં છે. સુરતના પૂર્વ ડે.મેયર નિરવ શાહના સમર્થનમાં આજે કાર્યકરો આવ્યાં હોય છે. કાર્યકરોએ નિરવ શાહના ફોટો સાથે વિરોધ કરતાં કહ્યું કે, નિરવ શાહ ભલે ત્રણ ટર્મથી જીતતા હોય તે કાર્યક્ષમ છે અને લોકોમાં પ્રિય હોવાથી તેને ટિકિટ આપવી જોઈએ તેવી માંગ કરતાં વિરોધ કરતાં કહ્યું કે, અમારા પસંદગીના નેતાને ટિકિટ ન મળે તો અમે અપક્ષ ઉમેદવાર ઉભા રાખીશું પરંતુ બીજો ઉમેદવાર નહીં ચાલે.

જૈન સમાજ સહિતના લોકોએ નિરવ શાહ માટે ટિકિટ માંગી હતી.
જૈન સમાજ સહિતના લોકોએ નિરવ શાહ માટે ટિકિટ માંગી હતી.

અપક્ષ ઉમેદવારની પસંદગી કરીશું
શંકરભાઈ કાકાએ જણાવ્યું કે, ભાજપને લોકોએ બનાવ્યો છે. લોકો જ આ નિર્ણય માનવા તૈયાર નથી તો આ નિર્ણય ન ચલાવાય. જે વ્યક્તિ કામ કરતી હોય તેના માટે કોઈ ટર્મ હોતી નથી. એટલે કામ કરનારા માટે અને ન માનનારા માટે કોઈ ટર્મ જોવાના ન હોય. શું આ ક્રાઈટ એરિયા માત્ર કોર્પોરેશનમાં જ લાગૂ પડે છે. બધી ચૂંટણીમાં લાગૂ કરવો જોઈએ. અમારા જૈન સમાજ માટે બીજો ઉમેદવાર ન ચાલે અમે અપક્ષ ઉભો કરીશું.

પક્ષ દ્વારા જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તેનો લોકોએ વિરોધ કર્યો હતો.
પક્ષ દ્વારા જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તેનો લોકોએ વિરોધ કર્યો હતો.

કાર્યક્ષમને ટિકિટ આપવી જોઈએ
ચંપકલાલ અમૃતલાલ ધરોએ કહ્યું કે, હું ભાજપનો પક્ષનો સક્રિય કાર્યકર છું. ભાજપ આ ફોર્મ્યુલા લાવી છે તે સ્વિકાર્ય છે. પરંતુ જે પ્રજા લક્ષી કામ કરે છે. પ્રિય છે એવા લોકોને આ નિયમ ન લાગૂ પડવો જોઈએ.

લોકડાઉનમાં જે કામ થયા છે. તે કરનારને પણ નૂકસાન થયું છે. સુરત શહેર જેને ચાહે છે તેવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. જેથી અમારો વિરોધ છે કે જે કાર્યક્ષમ છે તેવાને ટિકિટ આપવી જોઈએ. સારા ઉમેદવાર માટે આ ફોર્મ્યુલા લાગૂ ન કરવુ જોઈએ.

નિરવ શાહને ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.
નિરવ શાહને ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો