ભવ્ય રેલી:આપના ગઢમાં ભાજપનું શક્તિપ્રદર્શન, CRની સ્વાગત રેલી સરથાણાથી યોજાઈ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપને નબળો પાડવા ભાજપની નવી કવાયત શરૂ

ગાંધીનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યાં બાદ ગુરુવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સુરત આવ્યા હતા. સી.આર.પાટીલના સ્વાગત માટે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જો કે, રેલીની શરૂઆત સરથાણાના શ્યામધામ મંદિરથી થઈ હતી. જે વરાછા, રેલવે સ્ટેશન થઈને ભાગળ,ચોક અને ત્યાર બાદ નાનપુરા પહોંચી હતી. હાલ આપનું એપી સેન્ટર બનેલા વરાછામાં રેલી કરી ભાજપ પરંપરાગત ગઢમાં ફરી સ્થિત મજબૂત કરવા મથી રહ્યો છે.

ભાજપથી વિમુખ થઈ ગયેલા પાટીદારોને આકર્ષવા મથામણ
રેલી જ્યાંથી પસાર થઈ તે વિસ્તારોમાં જ આમ આદમી પાર્ટીએ મનપામાં સીટો મેળવી છે. ભાજપથી વિમુખ થઈ ગયેલા પાટીદારોને આકર્ષવા પાટીલની રેલીનો રૂટ સરથાણા અને વરાછાથી પસાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...