• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • BJP's Sandeep Desai Fills Form After Huge Dispute On Eighty four Seat Of Surat, Absence Of Koli Patel Community In Rally

રોષ દેખાયો:સુરતની ચોર્યાસી બેઠક પર ભારે વિવાદ બાદ ભાજપના સંદીપ દેસાઈએ ફોર્મ ભર્યું, રેલીમાં કોળી પટેલ સમાજની ગેરહાજરી વર્તાઈ

સુરત3 મહિનો પહેલા
સંદીપ દેસાઈની રેલીમાં કોળી પટેલ સમાજની ગેરહાજરી દેખાઈ હતી જો કે ઝંખનાના કાકા ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાજપ દ્વારા ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર તરીકે કોળી પટેલ સમાજની અવગણના કરી ઝંખના પટેલ નું નામ કાપીને સંદીપ દેખાઈને ટિકિટ આપતા છેલ્લા બે દિવસથી ભારે ઓહાપો ચાલી રહ્યો છે.કાંઠા વિસ્તારના કોળી પટેલો દ્વારા સંદીપનું નામ બદલી કોળી પટેલ સમાજને ટીકીટ આપવા બે દિવસથી વિરોધ ચાલી રહ્યો હતો. આ બધાની વચ્ચે આખરે ઓર્યાસી વિધાનસભામાં ભાજપમાંથી સંદિપ દેસાઈનું નામ કાયમ રાખતા તેણે નામાંકન ભરી દીધું છે.ભાજપ દ્વારા સંદીપ દેસાઈનું નામ પરત ન ખેચાતા કોળી પટેલ સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સંદીપ દેસાઈ દ્વારા રેલી સ્વરૂપે નામાંકન ફોર્મ ભરવા આવ્યા હતા તેમાં પાણ જોવા મળ્યું હતું.બે દિવસથી જે વિરોધ કાંઠા વિસ્તારમાં જોવા મળ્યો હતો.તેની અસર સંદીપ દેસાઈ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં પણ જોવા મળ્યો હતો.રેલીમાં પરપ્રાંતીઓ અને સુમુલ ડેરી સાથે જોડાયેલા સભાસદો જ જોવા મળ્યા હતા.જ્યારે કાંઠા વિસ્તારના કોઈ જ કોળી પટેલ સમાજના લોકો જોડાયા હતા નહીં.

કોળી સમાજ નારાજ છે છતાં ઝંખના પટેલના સગાકાકા સંદીપ દેસાઈ સાથે દેખાયા હતાં.
કોળી સમાજ નારાજ છે છતાં ઝંખના પટેલના સગાકાકા સંદીપ દેસાઈ સાથે દેખાયા હતાં.

કાઠા વિસ્તારમાં સંદીપ નો વિરોધ યથાવત
ભાજપ દ્વારા આ વખતે 84 વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવનાર કોઈ પટેલ સમાજને અવગણના કરીને ટિકિટ ફાળવવામાં આવ્યું હોવાનું આરોપ લગાવવામાં આવી રહ્યા છે.પાર્ટી એ ઝંખના પટેલ નું નામ કાપીને સંદીપ દેસાઈ ના નામ પર મહોર લગાવતા ની સાથે જ કાંઠા વિસ્તારમાં રોષ ભભુકી ઉઠ્યો છે.આખા વિસ્તારના સમાજ દ્વારા ભાજપ દ્વારા લેવાયેલા નિર્ણયનો અને સંદીપ દેસાઈનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સંદીપ દેસાઈનું નામ જાહેર થયા બાદ ચોર્યાસી વિધાનસભાના કાંઠા વિસ્તારમાં જે પ્રકારે વિરોધ થઈ રહ્યો હતો તેને લઈ ક્યાંક પાર્ટી પોતાનો નિર્ણય બદલે તેવી અટકાડો ઊભી થઈ હતી.જે રીતે કાંઠા વિસ્તારના ભાજપના કાર્યકરો અને ઝંખના પટેલના સમર્થકો સંદીપ દેસાઈ નું નામ હટાવી ફરી ઝંખના પટેલને અથવા કોળી પટેલ સમાજના આગેવાનને ટિકિટ આપવાની માંગ કરવા માટે ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા. ઉપરાંત હજીરા સહીત અનેક એવા કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ સંદીપ દેસાઈનો વિરોધ કર્યો હતો. તેને જોતા એવું લાગી રહ્યું હતું કે ક્યાંક સંદિપ દેસાઈના નામ પર ભાજપ ફરી એક વખત વિચારણા કરીને બદલી શકે છે.પરંતુ આજે આ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.ભાજપ દ્વારા તેના નિર્ણયમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કર્યો નથી.આજે ઉમેદવારોના નામાંકન ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ માંથી સંદીપ દેસાઈએ ચોર્યાસી વિધાનસભામાંથી નામાંકન ભરી દીધું છે.84 ના ઉમેદવાર સંદીપ દેસાઈ દ્વારા પોતાના ઉમેદવારીનો નામાંકન ભરવા જઈ રહ્યા હતા ત્યારે મોટી રેલી સ્વરૂપે તે નામાંકન કચેરી સુધી પહોંચ્યા હતા.

ચોર્યાસીના ઉમેદવારની રેલીમાં કાંઠા વિસ્તારની ગેરહાજરી
સંદીપ દેસાઈ દ્વારા 84 વિધાનસભા માટેનો ભાજપ તરફથી નામાંકન ભરવા જઈ રહ્યા હતા ત્યારે મોટી રેલી સ્વરૂપે તે નામાંકન સ્થળે જવા નીકળ્યા હતા.ત્યારે આ રેલીમાં લોકોની હાજરી જોવા મળી રહી હતી તેને જોતા કાંઠા વિસ્તારમાં સંદીપ દેસાઈ નો વિરોધ હજુ પણ યથાવત છે કે સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.દેસાઈની આ રેલીમાં પરપ્રાંતીઓ અને સુમુલ ડેરી સાથે જોડાયેલા સભાસદોની હાજરી જોવા મળી હતી જ્યારે સૌથી મોટી સંખ્યા ધરાવનાર કોળી પટેલ સમાજના કોઈ આગેવાન કેકાંઠા વિસ્તારના લોકો જોવા મળ્યા હતા નહીં.જેને લઇ સ્પષ્ટ દેખાય આવી રહ્યું હતું કે આ રેલીમાં જે સૌથી વધુ મતદારો છે તેવા કોળી પટેલ સમાજની જ ગેરહાજરી હતી અને તેમની સંદીપ દેસાઈ પ્રત્યે નારાજગી સામે આવી હતી.

કોળી સમાજના કાર્યકરો દેખાયા નહોતા.
કોળી સમાજના કાર્યકરો દેખાયા નહોતા.

કોઈ વિરોધ નથી અમે દરેકને સમજાવી દઈશુ : સંદીપ દેસાઇ
ચોર્યાસીમાંથી નામાંકન ભરવા આવેલા સંદીપ દેસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા નાના કાર્યકર પર વિશ્વાસ કરી ચોર્યાસી વિધાનસભાની જવાબદારી મને સોપી છે.ગત વખતે પણ એક લાખ દસ હજાર લીડ થી ભાજપ અહીંથી જીત્યું હતું અને આ વખતે પણ ભવ્ય રીત અહીંથી ભાજપ હાસલ કરશે.સાથે સાથે કહ્યું હતું કે કાંઠા વિસ્તારમાં જે લોકોનો વિરોધ છે તેને અમે મનાવી લઈશું તે બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે.વિરોધ નો કોઈ પ્રશ્ન જ નથી.થોડી ઘણી છે નારાજગી છે તેને અમે દૂર કરી દઈશું.ભાજપ તમામ સમાજ અને ધર્મને સાથે લઈને ચાલનારી પાર્ટી છે જે તેમજ પાડીને નારાજગી દૂર કરી દઈશું.

કાકા દેખાતા ઝંખનાએ કહ્યું-નો કોમેન્ટ
ઝંખના પટેલના સમર્થનમાં કોળી સમાજ આવ્યો છે. ત્યારે આજે ફોર્મ ભરતી વખતે પણ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરોની ગેરહાજરી સંદીપ દેસાઈના ફોર્મ ભરતી વખતે દેખાઈ નહોતી. જો કે, રેલીમાં અને ખાસ કરીને સંદીપ દેસાઈની જીપ ઉપર ઝંખના પટેલના સગા કાકા કાળા ચશ્મા પહેરીને ઉભા હતાં. આ અંગે જ્યારે ઝંખનાને પૂછવામાં આવ્યું તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે, પાર્ટીને જે યોગ્ય લાગ્યું તે કર્યું. વધુ મારે કશુ જ કહેવું નથી.

અમે પાર્ટીને વરેલા-ઝંખનાના કાકા
ઝંખના પટેલના સગા કાકા નરેનભાઈએ જણાવ્યું હતું કે, અમારા સ્વ. મોટાભાઈ રાજાભાઈએ અમને શીખવ્યું છે કે, પાર્ટીના નિર્ણય સાથે રહેવું. તેનો વિરોધ કરવો નહી. મારી ભત્રીજીની ટિકિટ કપાઈ છે. પરંતુ પાર્ટીએ કંઈક વિચાર્યું હશે. અગાઉ 2003-04માં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયેલું ત્યારે મારા મોટાભાઈએ પાર્ટીનો સાથ આપ્યો હતો. અમે ભાજપની વિચારધારાને વરેલા છીએ. એટલે ભાઈના સંસ્કારો અને વારસાને આગળ વધારતા અમે સંદીપ દેસાઈનો સાથ આપી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...