વિવાદ:ભાજપના મીડિયા કન્વીનરની પોલીસ સામે FIRની તજવીજ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌમાંસનો ટેમ્પો પલ્ટી જવાનો મામલો

શુક્રવારે સરદાર પુલ પર ગૌમાંસ ભરેલો ટેમ્પો પલ્ટી જવાની ઘટના બાદ સ્થળ પર પહોંચેલા ભાજપના મીડિયા કન્વીનર વિનોદ જૈન સાથે પોલીસે ઝપાઝપી કરી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં એમએલસી કરાવી હતી અને પોલીસે પોતાની પર હુમલો કર્યો હોવાની વાત કરી પોલીસ કોને બચાવવા માંગે છે? એવા અણિયાળા સવાલો ઉભા કર્યા હતા.આગામી દિવસોમાં વિનોદ જૈન પોલીસ સામે ફરિયાદ દાખલ કરાવવાના હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતો સરદાર બ્રિજ પર શુક્રવારે વહેલી સવારે પીકઅપ ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ હતી. ટેમ્પો એટલી પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાયો કે આખા રસ્તા ઉપર માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો.પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...