મજૂરા બેઠક:2012થી અસ્તિત્વમાં આવેલી બેઠક પર ભાજપનો દબદબો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
28 હજાર OBC- એસસી,એસટી મત મહત્વપૂર્ણ - Divya Bhaskar
28 હજાર OBC- એસસી,એસટી મત મહત્વપૂર્ણ
  • પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ આપના ઉમેદવાર
  • GST- નોટબંધી વચ્ચે પણ સંઘવીએ 85 હજારથી વધુની લીડ મેળવી હતી

વર્ષ 2012માં અસ્તિત્વમાં આવેલી મજૂરા વિધાનસભામાં વેપારી અને શિક્ષિત વર્ગના મતદારોનું બાહુલ્ય છે. અહીં કુલ 2,78,967 મતદારો છે. જેમાં1,51,771 પુરુષ મતદાર અને જ્યારે 1,27,187 મહિલા મતદાર છે. જ્યારે અન્યજાતિના 9 મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કરશે.

રાજસ્થાની જૈન સમાજ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ કાપડ વેપારીઓના પ્રભુત્વવાળી મજૂરા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના હર્ષ સંઘવી ચૂંટાઇને રાજ્યના ગૃહમંત્રી બન્યા હતા.આમ આ બેઠક પર મોટાભાગે પરપ્રાંતિય મતદારોની બહુમતિ છે. જેમાં મોટાભાગના યુવકો અને શિક્ષિત વર્ગ પણ સામેલ છે. આ બેઠક આ વખતે એ કારણોસર પણ રસપ્રદ બનશે કે શહેર ભાજપના ભૂતપૂર્વ ઉપપ્રમુખ પી.વી.એસ શર્મા સિટિંગ ધારાસભ્ય હર્ષ સંઘવી સામે આપની ટિકીટ પર મેદાને પડ્યા છે. જ્યારે કોંગ્રેસે બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2017માં હર્ષ સંઘવીએ અશોક કોઠારીને જીએસટી અને નોટબંધી સહિતના મુદ્દાના જુવાળ વચ્ચે પણ 85,827 જેવા મોટા માર્જિનથી હરાવ્યા હતા. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મજૂરા બેઠક પર અત્યાર સુધી ભાજપનો જ દબદબો રહ્યો છે.

ટ્રાફિકની સમસ્યા સૌથી મોટો મુદ્દો, કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાયાની સુવિધાનો અભાવ બમરોલીથી લઇને સુરત કોર્ટ વિસ્તારને આવરી લેતી આ બેઠક પર ટ્રાફિકની સમસ્યા હાલમાં સૌથી મોટો મુદ્દો છે. આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટમાંં વૈક્લ્પિક વ્યવસ્થા વિના કામગીરી કરાતા સ્થાનિકો વધુ સમસ્યામાં મૂકાયા છે. આ સિવાય કેટલાક વિસ્તારમાં રોડ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો હજુ પણ અભાવ વર્તાય રહ્યો છે. કેટલીક જગ્યાએ મોટા વાહનો માટે પાર્કિંગની પણ સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...