તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારો અભ્યાસ:ભાજપના કરોડપતિ ઉમેદવારો : અભ્યાસ ધો. 6 પાસથી લઈ સિવિલ ઇજનેરી, LLM

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા માલેતુજાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે અભ્યાસની વાત કરીએ તો 6 પાસને પણ ટિકિટ આપી દેવામાં આવી છે.ઉમેદવારોના કબૂલાતનામામાં જણાય આવે છે કે, ઉમેદવારોની સ્થાયી જંગમ મિલકત, ઝવેરાત, ડીપોઝીટ અને રોકડ પર નજર નાખવામાં આવે તો વોર્ડ નં.7ના ઉમેદવાર લલિત વેકરિયા પાસે રૂ.8.20 કરોડની મિલકત છે. તેની સામે 5.71 લાખની લોન બાકી છે. તેમણે સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.

વોર્ડ નં.10ના ઉમેદવાર ઉર્વશી પટેલ પાસે રૂ.2.41 કરોડની મિલકત છે તેની સામે 19.29 લાખની લોન છે. ઉર્વશી પટેલે પીજીડીસીએની ડિગ્રી મેળવી છે. વોર્ડ નં.11ના ઉમેદવાર કેયુર ચપટવાલા રૂ.4.12 કરોડના આસામી છે. રૂ.12.26 લાખની લોન છે. તેમણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. વોર્ડ નં.14ના ઉમેદવાર દિનેશ જોધાણી પાસે રૂ.1.20 કરોડની મિલકત છે તેની સામે રૂ.27 લાખની લોન બાકી છે. તેમણે એલએલએમની ડિગ્રી મેળવી છે.

વોર્ડ નં.15માં ઉમેદવારી કરનાર રૂપા ભાર્ગવભાઇ પંડ્યા રૂ.38.50 લાખની મિલકત ધરાવે છે અને એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. આ જ વોર્ડના ઉમેદવાર રાજેશ હરજીભાઇ જોળીયા પાસે રૂ.29.91 લાખની મિલકત છે તેની સામે 4.36 લાખની લોન છે. તેમણે એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. વોર્ડ નં.23ના ઉમેદવાર ગીતા રબારી રૂ.37.46 લાખની મિલકત ધરાવે છે.તેણે ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો