તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા ઘણા દિવસોથી રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર કર્યા બાદ હવે પરિણામને લઇને ચર્ચાઓ તેજ બની છે. આવતીકાલે સુરત મહાનગરપાલિકાના પરિણામો આવવાના છે. એ અગાઉ રાજકીય પંડિતો અને સટ્ટાબજારમાં ભાજપનો ઘોડો વિનમાં દર્શાવવામાં આવી રહ્યો છે. ભાજપનું છેલ્લા અઢી દાયકાથી પાલિકામાં રહેલું શાસન અકબંધ રહે અને ફરીથી ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે જ કોંગ્રેસના નિરસ માહોલ અને લોકોના પ્રશ્નોને વાચા ન આપી હોવાથી ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીને પાલિકામાં જીતીને બેસવાનો મોકો મળે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. સાથે જ આપને કોંગ્રેસ કરતાં વધુ મત મળે અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જાય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હી મોડલ પર આપનો પ્રચાર કર્યો
મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં રહેવા છતાં પણ પ્રજાના પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપી શકવામાં નિષ્ફળ રહી હોવાનું કહેવાય છે.ચૂંટણી પ્રચાર દરમિયાન પણ લોકો સુધી મુદ્દાઓને લઇ જવામાં અસમર્થ કોંગ્રેસ રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પાસે સંગઠન ન હોવા છતાં પણ દિલ્હી સરકારે જે કામ કર્યા છે, તે કામના મુદ્દાઓને લઈને લોકો સુધી પહોંચવામાં કંઈક અંશે સફળતા મેળવી છે. જેમકે આમ આદમી પાર્ટીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા, આપના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહ જેવા નેતાઓએ ગુજરાતમાં અને સુરતમાં આવીને જે રીતે પ્રચાર કર્યો હતો. તેના સૌથી મહત્ત્વના મુદ્દા બાળકોને દિલ્હીમાં આપવામાં આવતું શિક્ષણ આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવતું પાણી તેમજ વિવિધ વેરાઓ ઉપર નિયંત્રણ જેવા મહત્વના મુદ્દાઓ સુરતની પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
પાટીદાર વિસ્તારોમાં આપનું ખાતુ ખુલે તેવીશક્યતા
આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 2 ,વોર્ડ નંબર 17 , વોર્ડ નંબર 14માં ખૂબ સારી રીતે મતદાન કરાવ્યું હતું. આપએ પોતાની તરફેણમાં મતદાન થાય તેવા તમામ પ્રયાસો કર્યો હતો. તેમના દ્વારા કરવામાં આવ્યા હતા આ સિવાયના પણ પાટીદાર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ મતદારો પાટીદાર છે. જે વિસ્તારોમાં પણ પ્રજાએ કોંગ્રેસ કરતાં વધારે આપમાં ભરોસો મૂક્યો હોય તેવું રાજકીય પંડિતો માને છે.
ભાજપને કમિટેડ મતદારોનો ફાયદો
સત્તાધીશ ભારતીય જનતા પાર્ટીની સામે આપે ખૂબ સારી રીતે લડત ઉપાડી હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન વિકાસ ના કામો તેમજ નરેન્દ્ર મોદીમાં લોકોનો અતૂટ વિશ્વાસએ ભાજપ માટે જીતની સૌથી મજબૂત કડી છે. આજે પણ મતદારો સ્થાનિક ઉમેદવારને ચકાસ્યા વગર માત્ર નરેન્દ્ર મોદીને લીધે કમળ જોઈને મતદાન કરે છે. અત્યારનો ફાયદો ચૂંટણીમાં ઊભા રહેતા સ્થાનિક નેતાઓને થઈ રહ્યો છે. વ્યક્તિગત રીતે પ્રજાલક્ષી કામ કરવાની પારાશીશીમાં જો વ્યક્તિગત ભાજપના ઉમેદવારોને જોવામાં આવે તો તે વિજય થઈ શકે તેવા નથી એ પ્રજા પણ સારી રીતે જાણે છે.
કોંગ્રેસના આ નેતાઓ રિપિટ થાય તેવી શક્યતા
કોંગ્રેસ માથે જે કોર્પોરેટર તરીકે રિપિટ થયા છે. તેમાંથી દિનેશ સાવલિયા, દિનેશ કાછડીયા, અસલમ સાયકલવાલા જેવા નેતાઓ પ્રજા વચ્ચે સતત પાંચ વર્ષ દરમિયાન કામ કરતા રહ્યા છે. તેઓ સારા માર્જીનથી જીતી શકે છે અન્ય કોઈ કોંગ્રેસના નેતાઓ પ્રજા વચ્ચે પાંચ વર્ષ દરમિયાન દેખાયા નથી.આવતીકાલે આવનારા પરિણામમાં જો કોઈ મોટો ઉલટફેર કરે તો તે આમ આદમી પાર્ટી જ કરી શકે છે. કોંગ્રેસ પાસે આ પ્રકારની આશા રાખવી નિરર્થક પૂરવાર થશે. જો અંડર કરંટ લોકોએ આપને ધાર્યા કરતાં વધુ મત આપ્યા હશે તો આપ મજબૂત સ્થિતિમાં વિરોધ પક્ષમાં બેઠેલી દેખાઈ શકે તેવું રાજકીય પંડિતોનું માનવું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.