ઉત્તરાયણની શુભેચ્છા સાથે જીતનો હુંકાર:ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું- 2024માં પણ ભાજપ લોકસભાની તમામ સીટો પર વિજય પ્રાપ્ત કરશે

સુરત23 દિવસ પહેલા
ઉતરાયણ પર્વ પર સી આર પટેલે શુભેચ્છા પાઠવી.

ઉતરાયણ પર્વને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભા ઇલેક્શન પર જીત વિશે વાત કરતા કહ્યું હતું કે જનતાનો પ્રધાનમંત્રી પ્રત્યેનો જે વિશ્વાસ હતો તેના કારણે વિજય પ્રાપ્ત થયો છે. આ જ રીતે 2024માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં તમામ સીટો પર વિજય પ્રાપ્ત થશે.

ઉતરાયણ પર્વ પર સી આર પાટીલની શુભેચ્છા
ઉતરાયણ પર્વ અને લોકો આજે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ધાબા ઉપર પતંગો ચગાવવામાં મશગુલ બન્યા છે. ઉતરાયણ પર્વના આ અવસર એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ઉતરાયણ પર્વની ખાસ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સી આર પાટીલે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે હું ગુજરાતના તમામ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવું છું. આ પતંગ ઉત્સવના કારણે અનેક લોકોને રોજી રોટી મળે છે. પતંગ બનાવવાની અનેક ઇન્ડસ્ટ્રીઝ બની ગઈ છે. જેના કારણે અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે. જેને લઇ આજે આ ઉત્સવ ખૂબ જ ઉત્સાભેર મનાવાય છે. એકબીજા સાથે પેચ લડાવી આનંદ કરવાનો આ તહેવાર છે. મકરસંક્રાંતિની ગુજરાતમાં એક વિશેષતા વર્ષોથી રહી છે. ત્યારે આ અવસર પર ગુજરાતની સૌ જનતા અને ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું.

2024 માં તમામ સીટ પર ભાજપ વિજય થશે
મકરસંક્રાંતિની શુભેચ્છા સાથે સીઆર પાટીલ દ્વારા લોકસભાના ઇલેક્શનને લઈને પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. આવનાર 2024 લોકસભાનો ઇલેક્શનને લઈ સી આર પાટીલે મોટો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સી આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાનો પ્રધાનમંત્રી પ્રત્યે જે વિશ્વાસ હતો તેના કારણે વિજય ઐતિહાસિક જીત સાથેનો વિજય પ્રાપ્ત થયો છે. ત્યારે હવે 2024માં પણ ભાજપનો આ જ રીતે વિજય પ્રાપ્ત થશે. 2024માં પણ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર વિજય પ્રાપ્ત કરશે. ગુજરાતની 26માંથી 26 આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત હાંસલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...