સુરતમાં 'ચક્કાજામ':ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને કારણે સુરતમાં ટ્રાફિક જામનો ઈતિહાસ સર્જાયો, લોકો અડધો અડધો કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા

સુરત13 દિવસ પહેલા
  • મને કોઈ ચોક્કસ માહિતી ન હતી કે કયા-કયા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે: વાહન ચાલક

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સીઆર પાટીલ રેલી દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. રેલીના કારણે અડધું શહેર અટવાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. નિર્મલ હોસ્પિટલથી લઈને અઠવાગેટ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થતા લોકો અડધો અડધો કલાક સુધી ફસાયા હતા. દિવ્યભાસ્કર દ્વારા ટ્રાફિકમાં સફાયેલા લોકો સાથે વાતચીત કરી હતી.

નેતાઓ આવે એમ આખા શહેરને ભોગવવાનું થાય છે: વાહન ચાલક
નોકરીથી ઘરે પરત ફરતાં સલીમ સૈયદે જણાવ્યું કે, અઠવાગેટથી તેમને જાપા બજાર સુધી જવું હતું. પરંતુ તેઓ એક કલાક સુધી ફરતા રહ્યા. અલગ અલગ જગ્યાએ ટ્રાફિક વિભાગ દ્વારા બેરીકેટ લગાવી દેવાથી વાહનચાલકોને ભારે હાલાકી પહોંચી હતી. મને કોઈ ચોક્કસ માહિતી ન હતી કે કયા-કયા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને તેના કારણે તેઓ ઘરે જવા માટે અટવાતાં રહ્યો છું. નેતાઓ આવે અને પોતે મુલાકાત કરે એમાં આખા શહેરને આ પ્રકારે ભોગવવાનું થાય છે. દેવડી તરફ જવાનો માર્ગ ખૂબ જ વ્યસ્ત છે. વિસ્તારમાં સી.એમ કે અન્ય નેતાઓ જ્યારે મુલાકાતે જાય ત્યારે આ પ્રકારની સ્થિતિમાં શહેર આખું ચક્કાજામમાં ફેરવાઈ જાય છે.

રસ્તાઓ બંધ કરી દીધા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ
રસ્તાઓ બંધ કરી દીધા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ

રસ્તાઓ બંધ કરી દેતા ભારે મુશ્કેલી થઈ: વાહન ચાલક
વાહન ચાલક મુસ્તફા વોરાએ જણાવ્યું કે, મને અંદાજ હતો કે આજે આ પ્રકારની સ્થિતિ ઊભી થશે. હું કામ પતાવીને ઝડપથી ઘરે પહોંચવાના પ્રયાસમાં હતો, પરંતુ અડધો કલાક જેટલો ઓફિસેથી નીકળવામાં વિલન થયા બાદ હું મજુરા ગેટ વિસ્તારમાં અટવાયો હતો. સાંજના સમયે અમે ટ્રાફિકજામ હોય છે અને આજે જે રીતે નેતાઓની મુલાકાત હતી એનો મને ખ્યાલ હતો, પરંતુ રસ્તાઓ બંધ કરી દીધા હોવાથી ભારે મુશ્કેલી થઈ રહી છે.

દેવડી તરફ જવાના રસ્તા ઉપર ખૂબ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી
દેવડી તરફ જવાના રસ્તા ઉપર ખૂબ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી

સ્નેહમિલન કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ વાહનોની લાઈનો લાગી
મજુરાગેટ અને અઠવા ગેટ ઉપર ટ્રાફિક જામનો જાણે આજે ઈતિહાસ સર્જાયો છે. સ્નેહમિલન કાર્યક્રમ શરૂ થયો અને પૂર્ણ થયો ત્યારબાદ વનિતા વિશ્રામથી દેવડી તરફ જવાના રસ્તા ઉપર ખૂબ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. સાંજના સમયે જાણે શહેર આખું બાનમાં લેવા ગયું હતું, નેતાઓના કાર્યક્રમમાં પ્રજા હંમેશા ભોગવવાનો આવતો હોય છે. આ પ્રકારના ટ્રાફિકજામના દ્રશ્યો ભાગ્યે જ સુરત શહેરમાં જોવા મળતા હોય છે. શહેરના વાહન ચાલકો આજે ટ્રાફિકથી જાણે ત્રાહિમામ પોકારી ઉઠે એવી સ્થિતિ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...