તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામ:સુરત પાલિકામાં ફરી ભાજપના શાસનનો ભગવો લહેરાયો, EVMમાંથી કમળ ખીલતા કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યાં

સુરત2 દિવસ પહેલા
  • કોંગ્રેસ અને આપની લડાઈનો સીધો ફાયદો મેળવવામાં ભાજપ સફળ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં સ્પષ્ટ રીતે ભાજપ વિજયી થયું છે. પાલિકા પર ભાજપનો ભગવો અકબંધ રહેવાનો હોય તેમ ઈવીએમમાંથી એક પછી એક કમળ રૂપી ઉમેદવારો વિજયી થતાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં. મતગણતરી સ્થળ બહાર જ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

મતગણતરી કેન્દ્ર બહાર વિજયોત્સવ મનાવતા કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
મતગણતરી કેન્દ્ર બહાર વિજયોત્સવ મનાવતા કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

મોં મીઠા કરાવાયા
ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ ઉજવતાં એકબીજાના મોં મીઠા કરાવ્યાં હતાં. સાથે જ પોતાના ઉમેદવારને શુભકામના પાઠવી હતી. કાર્યકરોએ ચૂંટણી અગાઉ પોતાના ઉમેદવાર માટે કરેલી મહેનતના પરિણામે ઉમેદવારો જીત્યા હોવાથી ખુશી વ્યક્ત કરી હતી.

આપ કોંગ્રેસની લડાઈનો ફાયદો
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ભાજપ સામે મેદાનમાં હતી. જેથી તેનો સીધો ફાયદો ઉઠાવવામાં ભાજપ સફળ થયું હોય તેમ બેઠકોમાં વધારે ફરક પડ્યો નથી. આપ અને કોંગ્રેસની લડાઈમાં ભાજપનો કિલ્લો અકબંધ રહ્યો છે.

ભાજપના વિજયી ઉમેદવારોએ કોરોના નિયમોનો ભંગ કરી માસ્ક પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું હતું.
ભાજપના વિજયી ઉમેદવારોએ કોરોના નિયમોનો ભંગ કરી માસ્ક પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
કોરોના સંક્રમણ ચૂંટણી પછી વધી રહ્યું હોવા છતાં તમામ પાર્ટીના કાર્યકરો અને આગવેના મતગણતરી સ્થળ પર અને બહાર માસ્ક વગર જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં તમામ કાર્યકરો અને ઉમદવારોએ ફોટો સેશન પણ કરાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો