તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીઝવવાનો પ્રયાસ:સુરતના પાટીદારોના ગઢમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 2 સભાઓ ગજવશે, 120 ઉમેદવારે એક સાથે એકત્રિત થઈને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં પ્રતિજ્ઞા

સુરત15 દિવસ પહેલા
તમામ 120 ઉમેદવારો સમર્પણના સંકલ્પ લીધા.
 • કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદારોને પોતાની તરફ લાવવા માટે ભાજપે શરૂ કરેલા પ્રયાસ
 • સાંજે 7 કલાકે ઉત્રાણ ખાતે અને રાત્રે 8 કલાકે સરથાણા ખાતે જાહેરસભા યોજાશે

સુરત મહાનગર પાલિકાની તમામ 120 બેઠકોની ચૂંટણીમાં હવે તમામ ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરત શહેરમાં બે જાહેરસભાને સંબોધન કરી પ્રચારનું રણશીંગુ ફૂંકશે. ચૂંટણી પ્રચારની શરૂઆત પાટીદાર વિસ્તારથી કરવામાં આવી રહી છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારોમાં જ સૌથી વધુ નુકસાન થયું હતું. આ વખતે ફરીથી ભાજપને નુકશાન ન થાય તેના માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ એવા વિસ્તારમાંથી કરવામાં આવી રહ્યો છે કે જ્યાંથી ભાજપને સૌથી વધુ કોર્પોરેટરોને વિજય પ્રાપ્ત થાય. આ તમામ વિસ્તારોમાં પાટીદારોનું ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રભુત્વ છે. દરમિયાન આજે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના. મુખ્યમંત્રી નીતિન પટેલ વર્ચ્યુઅલ સંકલ્પ લીધા હતા. જેમાં સુરતના 120 ઉમેદવારે એક સાથે એકત્રિત થઈને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં પ્રતિજ્ઞા લીધી હતી.

વોર્ડ નંબર 1 અને 2ના કાર્યકર્તાઓ અને મતદાતાઓને સંબોધન કરશે
આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉત્રાણ અને સરથાણા ખાતે એમ બે જાહેરસભાને સંબોધન કરશે. સાંજે 7:00 કલાકે ઉત્રાણ ખાતે આવેલ ઈશ્વર શાંતિ પાર્ટી પ્લોટમાં વોર્ડ નંબર 1 અને 2ના કાર્યકર્તાઓ અને મતદાતાઓને સંબોધન કરશે. જ્યારે રાત્રે 8:00 કલાકે સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ આરજેડી પાર્ટી પ્લોટ ખાતે વોર્ડ નંબર 3, 4, 5, 14, 15, 16, 17 અને 18 ના કાર્યકર્તાઓ અને મતદારોને સંબોધન કરશે. સમગ્ર સભાની તૈયારીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોરશોરથી લાગી ગયા છે. આ બંને કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યઓ, પૂર્વ કોર્પોરેટરઓ, વોર્ડના પ્રમુખઓ, ઉમેદવાર હાજર રહેશે.

ગુજરાતનો વિકાસ માટે તમામ કોર્પોરેટરો પુરુષાર્થ કરવાની અપીલ કરી હતી.
ગુજરાતનો વિકાસ માટે તમામ કોર્પોરેટરો પુરુષાર્થ કરવાની અપીલ કરી હતી.

તમામ 120 ઉમેદવારો સમર્પણના સંકલ્પ લીધા
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના. મુખ્યમંત્રી નીતિન પટેલ વર્ચ્યુઅલ સંકલ્પ લીધા હતા. વિવેકાનંદ પ્રતિમા પાસે એકી સાથે શહેરના 120 ઉમેદવારો મક્કાઈ પુલ પાસે એકઠા થયા હતા. તમામ 120 ઉમેદવારો સમર્પણના સંકલ્પ લીધા હતા. વિજયભાઈ રૂપાણીએ તમામ કોર્પોરેટરના ઉમેદવારોને પ્રજાની નિષ્ઠાપૂર્વક સેવા કરવાની વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના અવશ્ય જઈને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસ કરે છે. ગુજરાતનો વિકાસ માટે તમામ કોર્પોરેટરો પુરુષાર્થ કરવાની અપીલ કરી હતી. વિકાસના પ્રામાણિકતાપૂર્વક કામ કરીને જ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને દેશમાં પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. વિકાસની અવિરત પ્રવાહ સતત કરવા માટે આહવાન કર્યું હતું. તમામ ઉમેદવારોને શુભેચ્છા આપી સતત લોકોની વચ્ચે રહેવા માટે પણ વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટી સતત આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પોતાના ઉમેદવારો હોદ્દેદારો અને પ્રજા સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે. જેથી કરીને ઓછા સમયમાં વધુમાં વધુ લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકાય.

સાંસદ સહિતના ભાજપના નેતાઓએ સંકલ્પ લીધા.
સાંસદ સહિતના ભાજપના નેતાઓએ સંકલ્પ લીધા.

ભાજપ અને આપ દ્વારા પાટીદારોને ખેંચવા પ્રયાસ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે. એવા સમયે જ્યાંથી પણ સમર્થન મળે ત્યાંથી પોતાના તરફેણમાં મતદારોને કરવાનો સંપૂર્ણ પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલમાં જે રીતે ઉમેદવારોની પસંદગીને લઈને પાસ આંદોલનના કન્વિનરોએ જે રોષ કોંગ્રેસ પાર્ટીની વિરોધ વ્યક્ત કર્યો છે તેનો લાભ લેવાનો પ્રયાસ આપ પાર્ટી ચોક્કસ મળી શકે છે. બીજી તરફ રાજકારણમાં હંમેશા કોઈ શત્રુ નથી હોતા એ રાહ પર જઈને ભાજપ ફરીથી પાસ આંદોલન સાથે જોડાયેલા મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે.

વિવેકાનંદ પ્રતિમા પાસે એકી સાથે શહેરના 120 ઉમેદવારો મક્કાઈ પુલ પાસે એકઠા થયા હતા.
વિવેકાનંદ પ્રતિમા પાસે એકી સાથે શહેરના 120 ઉમેદવારો મક્કાઈ પુલ પાસે એકઠા થયા હતા.

ગત ચૂંટણીમાં 25 કોંગ્રેસી કાઉન્સિલર વિજયી થયેલા
ગત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ 36 ઉમેદવારોનો વિજય નોંધાવ્યો હતો. રાજકીય વિશ્લેષણની રીતે જોઈએ તો 25 કરતા વધુ કોર્પોરેટરો પાટીદાર સમાજ કે પાટીદાર મતદારો વધુ ધરાવતા વિસ્તારમાંથી વિજય થયા હતાં. તેની પાછળનું સૌથી મોટું કારણ પાસ આંદોલન હતું, એ સર્વિદિત છે.જે વિસ્તારમાં અનામત આંદોલન વધુ ઉગ્ર રીતે ચલાવવામાં આવ્યું હતું, તે વિસ્તારના મતદારો કોંગ્રેસ તરફ વળ્યા હતાં. કોંગ્રેસમાં એવા કોઈ મોટા ચહેરા ન હોવા છતાં અને સંગઠન નબળું હોવા છતાં તેઓ 36 જેટલી બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતાં. જો આ વખતે પાટીદારો કોંગ્રેસથી વિમુખ થાય તો કોંગ્રેસને 30 કરતાં પણ વધુ કોર્પોરેટરોને વિજય આપવામાં સફળતા મળશે કે કેમ તે પ્રશ્નાર્થ છે?

ભાજપ સાથે પાટીદારો ભળે તો કોંગ્રેસનું વધુ ધોવાણ થાય
ભાજપ ફરીથી પાટીદાર મતદારોના વિસ્તારમાં માઈક્રો લેવલ ઉપર જો કામ કરે તો ગત કોર્પોરેશનની ચૂંટણીમાં જે નુકસાન થયું હતું તેને સરભર કરવાનો સરભર કરવાની એક સારી તક મેળવી શકે છે ભાજપ આવી કોઈ પણ મોટી તક છોડે એમ નથી.હાલ મહાનગરપાલિકાના રાજકીય પક્ષ ને લઈને પાટીદાર સમાજના વલણને જોતા પાટીદાર સમાજના મતદારો કોંગ્રેસ પક્ષની તરફેણમાં ન જાય તો આપ કે ભાજપ તરફ જશે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો