તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેખાવ:​​​​​​​સુરતમાં ભાજપીઓએ રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કર્યો, ગુજરાતીઓની માફી ન માગે તો ઉગ્ર આંદોલનની ચીમકી

​​​​​​​સુરત18 દિવસ પહેલા
ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.
  • ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે રાહુલ ગાંધીના નિવેદનનો મુદ્દો બનાવ્યો

આસમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આસામના ચાના બગીચાઓમાં વેતન અંગે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવી રહી છે. આસામના ચાના ગુજરાતી વેપારીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાની સાથે જ ગુજરાતની જનતાનો અપમાન કર્યો હોય એ પ્રકારની વાત સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ માસ્ક વગર વિરોધ કરતાં દેખાયા હતાં.
પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ માસ્ક વગર વિરોધ કરતાં દેખાયા હતાં.

ગુજરાતીઓની માફી માંગે રાહુલ
ભાજપના નેતાઓએ માંગ કરી છે કે રાહુલ ગાંધીએ ગુજરાતી પ્રજાની માફી માગવી જોઈએ .જો તે માફી નહીં માંગે તો આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરીશું વિરોધ પ્રદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

ભાજપના નેતાઓ અને કાર્યકરો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નીકળ્યા હતાં.
ભાજપના નેતાઓ અને કાર્યકરો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નીકળ્યા હતાં.

ચૂંટણી મુદ્દો બને તેવી શક્યતા
અસમમાં આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાહુલ ગાંધીના આવેલા વિવાદાસ્પદ નિવેદનને હવે રાજકીય મુદ્દો બનાવવા માટે ભાજપે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે .આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો