તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલાવ્યું, બે બેઠક બિનહરીફ

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં શનિવારે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા તાલુકા પંચાયતની પીંજરત અને હજીરા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ રહ્યા છે.

આગામી તા.28મીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરાવનો શનિવારે છેલ્લો દિવસ હતો. સાંજ સુધીમાં જિલ્લા પંચાયતની 36 બેઠકો પર 179 ઉમેદવારોએ તેમજ તાલુકા પંચાયતની 184 બેઠક પર 809 ઉમેદવારીપત્રો ભરાઇ ગયા છે. જોકે, ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે ખાતું ખોલાવી દીધું છે. ચોર્યાસી તાલુકાના હજીરા બેઠક પર સતિષ ભગુભાઇ પટેલ બિનહરીફ રહ્યા છે. ગત ટર્મમાં પણ તેઓ આ બેઠક પરથી વિજેતા થયા હતા. જ્યારે ઓલપાડ તાલુકાના પીંજરત બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી કરનાર નિમિષા રજનીકાંતભાઇ પટેલ સામે પણ કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા તેને બિનહરીફ જાહેર કરાયા છે.

ઉમેદવારને લઈ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નારાજ
ગ્રામીણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાની નરોલીની બેઠક કોંગ્રેસે દર્શન નાયકની પસંદગી કરતા પોતાના ઉમેદવારને ટિકીટ નહીં અપાવી શકનારા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદિશ પટેલે વિરોધ કર્યો છે. આ બેઠક પર મુસ્લિમ મતદારો વધારે હોવાથી મુસ્લિમ ઉમેદવાર ઇદ્રીશને ટિકીટની માંગણી કરાઈ હતી. સ્થાનિક ઉમેદવારેને મેન્ડેટ આપે તો જીત મળે એમ એમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો