તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના સૌથી ભીડભાડ સમા વિસ્તાર પિષુય પોઇન્ટ ખાતે મુખ્યમંત્રીનો ચુટણીલક્ષી કાર્યક્રમ હોવાથી રવિવારથી જ તેની મુખ્ય માર્ગ પર જ સભા મંડપો બાંધી દીધા હતા. અને મુખ્ય માર્ગ પણ બંધ કરી દીધો હતો પરિણામે રવિવારે સાંજે વાહન ચાલકો પરેશાનીનો ભોગ બન્યા હતા. રવિવારે વડોદરા ખાતે ચાલું સભામાં મુખ્યમંત્રી રૂપાણીની તબિયત બગડી હતી. જો કે ભાજપાના દ.ગુ.ના મીડિયા કન્વીનર વિનોદ જૈને કહ્યુ હતું કે ‘સુરત ખાતેના CMના કાર્યક્રમો યથાવત રહેશે.’ મુખ્યમંત્રી સાંજે 6.30 કલાકે પાંડેસરા પિયુષ પોઇન્ટ પર જાહેરસભા કરશે.ત્યારબાદ સાંજે 7.30 વાગ્યે વિવેકાનંદ ટાઉનશીપ, પાલનપુર જકાતનાકા અને રાત્રે 8.30 વાગ્યે બાપા સીતારામ ચોક,લલિતા ચોકડી,કતારગામ ખાતે જાહેરસભા સંબોધશે.
હાર્દિક અને મુખ્યમંત્રી કતારગામમાં સામસામે
સોમવારે પણ શહેરમાં રાજકીય સભાઓનો ધમધમાટ જોવા મળશે.એક તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાત્રે 8.30 વાગ્યે બાપા સીતારામ ચોક,લલિતા ક્રોસ રોડ, કતારગામ ખાતે સભા સંબોધશે.જયારે હાર્દિક પટેલ કતારગામ આંબાતલાવડી ખાતે રાત્રે 8 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર મહેશ કેવડિયાના પ્રચારમાં સભા સંબોધશે. ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ કતારગામમાં સભા સંબોધવા આવી રહ્યા હોવા વિષે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને રાત સુધી કોઈ માહિતી ન હતી.એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના નેતાઓના આગમન અને કાર્યક્રમો વિષે રજેરજની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસની સ્થાનિક નેતાગિરી હાર્દિક પટેલના આગમન બાબતે પણ અંધારામાં હતી.
ઉમેદવારો આત્મનિર્ભર
ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના રાજ્ય અને રાષ્ટ્રીય કદના નેતાઓને સુરતમાં પ્રચાર માટે ઉતાર્યા છે.પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના કોઈ મોટા નેતા સુરતમાં ન દેખાતા અનેક ચર્ચા ઉઠી છે.ઉમેદવારો પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે અને સભાઓ યોજી રહ્યા છે.
પાંડેસરામાં રસ્તા ડાઇવર્ટ કરાતા લોકો અટવાયા
સોમવારે મુખ્યમંત્રી સુરતમાં સભાઓ સંબોધવાના હોવાને લીધે સ્થાનિક તંત્ર દ્વારા સભા સ્થળે પ્રોટોકોલ મુજબ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી.મુખ્યમંત્રીના સભા સ્થળની સુરક્ષા અને અન્ય બાબતોને ધ્યાને લઈ રવિવારથી જ સભા સ્થળના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.કેટલાક રસ્તા ડાઇવર્ટ કરી દેવામાં આવ્યા હતા.તમામ સભા સ્થળો સામાન્ય દિવસોમાં પણ લોકોથી ઉભરાતા હોવાને લીધે રવિવારે સાંજે રસ્તા બ્લોક થવાને લીધે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.