તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના ભાજપ પર પ્રહાર:ભાજપના નેતાઓને સવાલ પૂછાય તે ગમતું નથી: હાર્દિક

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
કતારગામ ખાતે યોજાયેલી સભામાં હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. - Divya Bhaskar
કતારગામ ખાતે યોજાયેલી સભામાં હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ભાજપા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કર્યો છે. કતારગામ, પાંડેસરા, પાલનપુર જકાતનાકા એમ ત્રણ અલગ અલગ વિસ્તારમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જાહેર સભા સંબોધી હતી. તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની જીત નિશ્ચિત છે ફકત કેટલાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવાની છે. તેમ કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કતારગામની જાહેર સભામાં કહ્યું કે, ભાજપના નેતાઓને કોઇ સવાલ પુછે તે ગમતું નથી.

કતારગામ આંબાતલાવડી ખાતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જાહેરસભા સંબોધી હતી.વોર્ડ ન.6,7 અને 8માંથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચારમાં હાર્દિક પટેલ સુરત આવ્યા હતા. સભા સંબોધતા હાર્દિકે કહ્યું કે, 25 વર્ષથી સુરતમાં ભાજપનું રાજ છે પણ ભાજપના નેતાઓ અને કતારગામના ધારાસભ્યને કોઈ સવાલ કરે એ ગમતું નથી.વૃદ્ધને પણ જેલની હવા ખવડાવે છે. કતારગામના ધારાસભ્ય વિષે જેટલું લખાય રહ્યું છે એટલું જો મારા વિષે લખાયું હોય તો હું પદેથી રાજીનામુ આપી દઉં.મનપામાં જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ઈંગ્લીશ મીડીયમ સ્કૂલો ખોલી મફત શિક્ષણ આપીશું.મિલ્કત વેરો 50 ટકા કરીશું અને ફ્રી વાઇફાઇ ઝોન ઉભા કરીશું.

હાર્દિકે નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે, હું પાંચ વર્ષથી સરકાર સામે લડી રહ્યો છું. આવનારી પેઢી જયારે મને પૂછશે કે જયારે ગુજરાત લૂંટાતું હતું ત્યારે તમે ક્યાં હતા તો હું કહીશ કે મે 9 મહિના જેલ કાપી છે. મનપામાં કોંગ્રેસ આવશે તો મેં જે વાયદા આપ્યા એ પુરા કરીશ આ વાયદા નરેન્દ્ર મોદીના નથી આ વાયદા મારા છે જે પુરા થશે જ.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સીઆર પાટીલ ધમકીની ભાષા બોલે છે.

સત્તા આવશે તો ફ્રી પાર્કિંગ ઝોન બનાવીશું
કતારગામમાં સભા સંબોધતા હાર્દિક પટેલે કહ્યું હતું કે સુરતમાં ક્રેઈન લૂંટ ચાલી રહી છે.હેલ્મેટ સહિતના દંડના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની ગાડી સરળતાથી પાર્ક થઇ શકે એ માટે ફ્રી પાર્કિંગ ઝોન બનાવીશું અને ટ્રાફિકના નામે થતો રંજાડ દૂર કરીશું.આ ઉપરાંત વેરા 50 ટકા સુધી ઘટાડી દેવાની વાત પણ હાર્દિકે કરી હતી.

રાંદેરમાં લોકોએ ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લીધો
સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદી રાંદેરની મોટીફળીમાં પ્રચાર અર્થે ગયા ત્યારે લોકોએ ઉમેદવાર પસંદગી બાબતે વિરોધ કરી 40થી 50 લોકોએ પૂર્ણેશ મોદીનો ઘેરો ઘાલ્યો હતો અને ઉમેદવારોની પસંદગી સિદ્ધાંત મુજબ કરાઈ ન હોવાનો બળાપો કાઢયો હતો.લોકોનો આક્રોશ જોઈ પૂર્ણેશ મોદી કશું બોલી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો