છાપાની જાહેરાતમાં પોતાનું નામ સૌથી છેલ્લે છપાવાથી નારાજ ભાજપ નેતા રોહિત શર્માએ સમાજ સેવકને માર માર્યો હતો. સ્મીમેરમમાં પણ રોહિત શર્માના દીકરાએ સમાજ સેવકના ભત્રીજા સાથે ઝગડો કર્યો હતો. વરાછામાં શણગાર પેલેસમાં રહેતા સુભાષ કેશવલાલ રાવલ( 46 વર્ષ) મેડિકલ સ્ટોર ચલાવે છે. તેઓ સમાજ સેવા સાથે પણ જોડાયેલા છે. 10 એપ્રિલના રોજ સુભાષ રાવલના જે સમાજના છે તે રાવલ બ્રાહ્મણ સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
ટુર્નામેન્ટ બાબતે અખબારોમાં જાહેરાત છપાઈ હતી. તેમાં ભાજપ નેતા રોહિત શર્માનું નામ સૌથી છેલ્લે છપાયું હતું. તેથી રોહિત શર્મા નારાજ થઈ ગયા હતા. મંગળવારે રોહિત શર્માએ સુભાષને ફોન કરીને સહારા દરવાજા પાસે બોલાવી ગાળો આપી ઝઘડો કર્યો હતો.
રોહિતે પથ્થરથી સુભાષ પર હુમલો કર્યો હતા. સુભાષને 108 દ્વારા માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. સુભાષ રાવલે રોહિત શર્મા વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રોહિત શર્માએ પણ સુભાષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુભાષ રાવલને મળવા સ્મીમેરમાં તેમનો ભત્રીજો શૈલેન્દ્ર આવ્યો હતો. ત્યારે રોહિત શર્માનો દીકરો અને ત્રણ અજાણ્યા ઇસમો હતા. રોહિત શર્માના દીકરાએ અને અજાણ્યાએ શૈલેન્દ્રને માર માર્યો હતો. આ મામલે શૈલેન્દ્રે વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.