તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનો ભંગ:સુરતમાં ભાજપના નેતાએ પોતાની દીકરીનો જન્મદિવસ રાત્રે જાહેરમાં ઉજવી કાયદાના લીરે લીરા ઉડાવ્યા

સુરત3 મહિનો પહેલા
નેતાજીએ તેમની દીકરીના હસ્તે કેક કપાવીને કાયદાનો ભંગ કરાવ્યો હતો.
  • ઉજવણીમાં પોલીસના જાહેરનામા સાથે કોરોના ગાઈડલાઈન્સ પણ નેવે મૂકી દેવાઈ

સુરતમાં કાયદાને નેવે મૂકી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વીડિયો વાઈરલ થયા છે અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી છે. કાયદાની આ ધજીયા ઉડાવવામાં ખુદ પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે સુરતમાં આવો જ એક વધુ વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય લોકો તો ઠીક પણ હવે નેતાઓ પણ આ નિયમ તોડવામાં બાકાત રહ્યા નથી. કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો અને હવે તે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

કારના બોનેટ પર ઢીંગલી જેવા શેપની કેક કાપવામાં આવી હતી.
કારના બોનેટ પર ઢીંગલી જેવા શેપની કેક કાપવામાં આવી હતી.

માસ્ક અને શોશ્યલ ડીસટનસના ધજાગરા
કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે, અને કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી. એટલું જ નહી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી અને કાર પર કેક રાખી કેક કાપવામાં આવે છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. એક બીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરવામાં આવી રહ્યું છે.

જાહેરમાં જન્મદિવસ ઉજવણી હાથમાં રાખીને ફોડાય તેવા ફટાકડા પણ ફોડાયા હતાં.
જાહેરમાં જન્મદિવસ ઉજવણી હાથમાં રાખીને ફોડાય તેવા ફટાકડા પણ ફોડાયા હતાં.

બેદરકારી ભારે પડી શકે
સુરતમાં અગાઉ જન્મદિવસ ઉજવનારા પોલીસથી લઈને બુટલેગર સામે કાર્યવાહી થઈ છે ત્યારે નેતાજીને પણ જન્મદિવસ ઉજવવો ભારે પડી શકે તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જો કે બીજી બાજુ શહેરમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. પરંતુ હજુ પણ કડક નિયંત્રણો અમલમાં છે. પરંતુ લોકો હવે કોરોનાને હળવાશમાં લઇ રહ્યા છે. અને આવી જ રીતે જો બેદરકારી દાખવશે તો સુરતમાં વધુ એક વખત સંક્મ્રણ પણ વધી શકે છે. ત્યારે લોકો આવી બેદરકારી ન રાખે તે પણ જરૂરી બન્યું છે.

પરિવાર અને સંબંધીઓ પણ જાહેરમાં જન્મદિવસ ઉજવવા ભેગા થયા હતાં.
પરિવાર અને સંબંધીઓ પણ જાહેરમાં જન્મદિવસ ઉજવવા ભેગા થયા હતાં.

પોલીસ કામગીરી સામે સવાલ
ભૂતકાળમાં આવા જન્મદિવસના અનેક વીડિયો વાઈરલ થયા છે. પોલીસે કાર્યવાહી પણ કરી હતી. પરંતુ આવા કેસમાં આરોપી આસાનીથી છૂટી જતા હોવાથી લોકોને જાણે હવે કાયદાનો કે ધરપડકનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે ફરી એક વખત આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે, સામાન્ય લોકો સામે પગલા ભરતી પોલીસ આવા નેતાઓ સામે પગલા ભરશે કે કેમ તેવા સવાલો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...