સુરતમાં મજુરા વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામેસામે આવી ગયા હતા. બીજેપીના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે તેઓ સામસામે આવ્યા હતા. બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી.
ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા
રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી. આવો જ એક માહોલ સુરતમાં જોવા મળ્યો હતો. આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા હતા. ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત ઉમેદવારી ભરવા પહોંચ્યા હતા. જોકે બંને ઉમેદવાર પોતાની રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે આ બંને ઉમેદવાર સામસામે આવી ગયા હતા.ત્યારે આ વખતે એકબીજા સામે નારાબાજી નહીં પરંતુ મૈત્રીભાવ જોવા મળ્યો હતો.
ભાજપ કોંગ્રેસના ઉમેદવારે એકબીજાને પાઠવી શુભેચ્છા
સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને તેમની સામે ઊભેલા કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન અનાયાસે આમને સામને ભેગા થઈ ગયા હતા. દરમિયાન સુરતમાં એક અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું. બીજેપીના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સામસામે આવી જતા બંને ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા હતા. ઉપરાંત બંને ઉમેદવારોએ એકબીજાને શુભેચ્છા આપી હતી.
પ્રતિસ્પર્ધીમાં સામસામે નારાબાજી જોવા મળે છે
સામાન્ય સંજોગોમાં રાજકારણમાં કોઈપણ પક્ષના ઉમેદવારો અને તેના સમર્થકોની સામે તેના વિરોધી પક્ષના ઉમેદવારો કે સમર્થકો સાથે હરહંમેશ આપણે એકબીજાની ખેંચતાણ અને નારાબાજી થતાં જોઈ છે. એકબીજાની સરકારના અને નેતાઓનાસામસામે વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ અહીં ચિત્ર આખું ઊલટું જ જોવા મળ્યું હતું. હર્ષ સંઘવી અને તેની સામેના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ ઉમેદવાર બળવંત જૈન સામસામે ભેગા થઈ જતા મૈત્રીભાવ સામે આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.