તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા છે. હાલ ફોર્મની ચકાસણી ચાલી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિરોધી પક્ષના નેતાઓ સામે ફોર્મમાં વિગતો છૂપાવાઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પંચને અંધારામાં રાખ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આમ આદમી દ્વારા ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર પાલિકાના કર્મચારી હોવા છતાં ફોર્મ ભર્યાની વાત સાથે ધરણાં કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ વોર્ડ નંબર 21ના ઉમેદવારે પણ ગેરરીતિ દર્શાવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેથી ફોર્મ રદ્દ કરવાની માંગણીઓ થઈ રહી છે.
આપ દ્વારા બહુમાળીમાં વિરોધ
આમ આદમી પાર્ટી ધરણા પર બેઠી છે. વોર્ડ નંબર 8 ના ભાજપના ઉમેદવારના ફોર્મ મુદ્દે ધારણા પર બેઠા છે. બહુમાળી A બ્લોક ચોથા માળે ધરણા ભાજપના ઉમેદવાર સુવરણાં બેન જાદવએ માહિતી છુપાવીનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાદવ પાલિકામાં સરકારી પગાર લઈ રહ્યા છે, છતાં ચૂંટણી લડી રહી છે ભાજપના ઉમેદવારનો ફોર્મ કેન્સલ કરવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યાં છે. ધઊન કરવામાં આવી રહી છે.
વોર્ડ નંબર 21ના ઉમેદવાર સામે આક્ષેપ
વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશોક રાંદેરિયા એ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અપૂરતી માહિતી ભરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવારે કર્યો છે. અપૂરતી માહિતી ને કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવે એવી માગણી કરી છે .અશોક રંદેરીયા એ તેમના પત્ની અને સંતાનની મિલકતો અંગે ઉમેદવારી ફોર્મમાં માહિતી છુપાવી હોવાની વાત કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે.
બીજી પત્નીનો ઉલ્લેખ નથી કરાયાનો આક્ષેપ
અશોક રંદેરીયા એ તેમની એક પત્ની અંગેની માહિતી ઉમેદવારીપત્રમાં ભરે છે પરંતુ બીજી પત્ની અને તેના સંતાન અંગેની માહિતી તેમજ તેમની પાસે રહેલી સંપત્તિ ની માહીતી નો ઉલ્લેખ ઉમેદવારી પત્રમાં ઉલ્લેખ કર્યો નથી.કોંગ્રેસ પક્ષ દ્વારા ઇલેક્શન પ્રિસાઇડિંગ ઓફિસર અને આ બાબતે જાણ કરવામાં આવી છે. ફોર્મ ભરવા અંગે જે માહિતી છુપાવવામાં આવી છે. તેને લઈને વાંધા રજૂ કરવામાં આવ્યા છે.
સંતાનોની માહિતી ન આપ્યાના આરોપ
જે રીતના દસ્તાવેજો - પુરાવા ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર ની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તે જોતા અશોક રાંદેરિયાની મુશ્કેલી વધી શકે એમ છે. સુપ્રીમ કોર્ટ મુજબ યુનિયન ઓફ ઇન્ડિયા / એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના કેસમાં સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે દરેક ઉમેદવારે પોતાની પત્ની અથવા પતિ અને તેના સંતાનો અંગે ની તમામ માહિતી જાહેર કરવાની હોય છે.વિશેષ કરીને તમને સંપત્તિ અંગે સચોટ અને સાચી માહિતી આપવાની હોય છે.જે ભાજપના વોર્ડ નંબર 21ના ઉમેદવાર અશોક રંદેરીયાએ આપી નથી.
વોર્ડ નંબર 16ના ઉમેદવાર સામે ફરિયાદ
ભાજપના વોર્ડ નંબર 16ના બે ઉમેદવાર દલસુખભાઈ પોપટભાઈ ટીંબડીયાં તેમજ મમતાબેન રાજેશભાઈ સુરેજા બન્નેના બબ્બે ચૂંટણી કાર્ડ છે અને બે જગ્યાએ મતદાર યાદીમાં નામ છે.
સવારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા લેખિતમાં વાંધો લઈ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે આક્ષેપ કરતાં આપના રામ ધડૂકે કહ્યું કે, હજુ સુધી અમારી ફરિયાદને લઈને ફોર્મ રદ્દ કરવામાં આવ્યા નથી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.